મુંબઈ: મુંબઈના બાંદ્રા વિસ્તારમાં નરગીસ દત્ત રોડ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં લેવલ 2ની આગ લાગી હોવાની માહિતી મળી રહી છે. ફાયર બ્રિગેડની 10 ગાડીઓ સ્થળ પર હાજર છે, આ આગમાં હજી સુધી કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી મળી.
આ દુર્ઘટના અંગે માહિતી આપતાં અધિકારીએ જણાવ્યું હતું કે બુધવારે સવારે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં નરગીસ દત્ત રોડ નજીક ઝૂંપડપટ્ટીની ઝૂંપડપટ્ટીમાં આગ ફાટી નીકળી હતી.
BMCના એક અધિકારીએ આ બાબતે જણાવ્યું હતું કે, બુધવારે સવારે 4:40 વાગ્યે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં નરગીસ દત્ત રોડ પાસેની ઝૂંપડપટ્ટીમાં લેવલ 2નીઆગ ફાટી નીકળી હતી. આ આગ અલીઅર્જુન હોસ્પિટલ પાસેની ઝૂંપડપટ્ટીમાં ફાટી નીકળી હતી અને સૌપ્રથમ સવારે 4.30 વાગ્યે તેની જાણ થઈ હતી. આ આગ કયા કારણસર લાગી હતી તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સવારે 5.50 વાગ્યાની આસપાસ આગને લેવલ 2 જાહેર કરવામાં આવી હતી.
મળી રહેલી માહિતી અનુસાર ભાજપના ધારાસભ્ય અને શહેર એકમના વડા, આશિષ શેલારે ટ્વીટ કર્યું હતું કે “બાંદ્રા નરગીસ દત્ત નગર ઝૂંપડપટ્ટીમાં આગ! ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે! પીડિત પરિવારને મદદ કરવા માટે જરૂરી બધું કરી રહ્યા છીએ!”
સોશ્યલ મિડિયા પર આગના વિઝ્યુઅલ્સ સામે આવ્યા જેમાં વિશાળ જ્વાળાઓ સાથે દુર સુધી કાળો ગાઢ ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.