Homeઆમચી મુંબઈ‘મુંબઈ આઈ’: શહેરનું નવું ઘરેણું

‘મુંબઈ આઈ’: શહેરનું નવું ઘરેણું

સહેલાણીઓને મોજ કરાવશે અને રોજગારીની તક ઊભી થશે

મુંબઈ: મુંબઈની શાનમાં વધુ એક યશકલગી ઉમેરાશે. રમણીય શહેરની ઓળખ ધરાવતા મુંબઈના આકર્ષણમાં વધારો કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. યુકેના લંડન શહેરમાં થેમ્સ નદીને કિનારે ‘લંડન આઈ’ તરીકે ઓળખાતું એક જાયન્ટ વ્હીલ છે જેના પર સવાર થઈ લંડનનો નજારો લઈ શકાય છે. એ જ આશય સાથે અને એ જ ધોરણનું જાયન્ટ વ્હીલ – મુંબઈ આઈ ઊભું કરવામાં આવશે.
આ અનોખું નજરાણું મુંબઈની શાનમાં વધારો કરી સહેલાણીઓને નયન સુખ કરાવશે. એમએમઆરડીએના અધિકારીએ આપેલી માહિતી અનુસાર અનોખા જાયન્ટ વ્હીલ ‘મુંબઈ આઈ’ને કારણે શહેરમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં તો વધારો થશે જ, સાથે સાથે એને કારણે રોજગારની તક પણ ઊભી થશે. દેશભરમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ‘મુંબઈ આઈ’ આકર્ષણનું કેન્દ્ર બનશે. ‘મુંબઈ આઈ’ દેશનું ગૌરવ વધારશે. મુંબઈ સાથે મહારાષ્ટ્ર પણ સહેલાણીઓની યાદીમાં ઉમેરાઈ જશે.
આ પ્રસ્તાવિત જાયન્ટ વ્હીલ સહેલાણીઓને મુંબઈનું વિહંગાવલોકન કરાવશે. એમાં સવાર થયેલો સહેલાણી બાંદરા – વરલી સી લિંક, ક્ષિતિજ સુધી અરબી સમુદ્ર અને બાંધવામાં આવી રહેલી ડૉ. આંબેડકરની પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી) સહિત અનેક નયનરમ્ય દ્રશ્યોને મન ભરીને આનંદ લઈ શકશે. મુંબઈ આઈ તૈયાર થઈ ગયા પછી એના સંચાલનની જવાબદારી બિનસરકારી કંપનીને આપવામાં આવશે. આ વ્હિલના બાંધકામ માટે ત્રણથી ચાર વર્ષનો સમય લાગશે. ભારતનું આ બીજું જાયન્ટ વ્હીલ હશે. પહેલું છે પાટનગરમાં દિલ્હી આઈ. વિશ્ર્વના જે શહેરોમાં આવા જાયન્ટ વ્હીલ (આઈ) છે એમાં દુબઈ, લાસ વેગસ, સિંગાપોર, લંડન, નાનચંગ, વેફેન્ગ અને શેન્ઝેન (ચીન), ઓસાકા (જાપાન), મેલબર્ન, ફ્લોરિડા, પેરિસ, ફ્નોમ પેન (કંબોડીયા), સાવ પાવલો (બ્રાઝીલ), જાકાર્તા, મોસ્કો અને બર્લિનનો સમાવેશ છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -