મુંબઈ એરપોર્ટના કસ્ટમ વિભાગે 18 મેના રોજ મસ્કતથી આવી રહેલા ભારતીય નાગરિક પાસેથી રૂ. 2.28 કરોડની કિંમતનું 4.2 કિલો સોનું જપ્ત કર્યું હતું. પેસેન્જર દ્વારા પહેરવામાં આવેલા જીન્સ, અન્ડરગાર્મેન્ટ અને ઘૂંટણની કેપની અંદર કાળજીપૂર્વક સિલાઇ કરેલા ખિસ્સામાં સોનું છુપાવવામાં આવ્યું હતું. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ આજકાલ સોનાની દાણચોરીનું સૌથી મોટું હબ બની રહ્યું છે.
છેલ્લા 11 મહિનામાં મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 604 કિલો સોનું સ્મગલ કરવામાં આવ્યું છે. જેની કિંમત 340 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. મુંબઈ એરપોર્ટના આ આંકડાઓએ દિલ્હી એરપોર્ટને પણ પાછળ છોડી દીધું છે. દિલ્હી એરપોર્ટ પર 374 કિલો સોનું અને ચેન્નાઈ એરપોર્ટ પર 306 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ તમામ આંકડા કસ્ટમ વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. એપ્રિલ 2022 થી ફેબ્રુઆરી 2023 સુધીમાં મુંબઈ એરપોર્ટ પર સ્મગલિંગના કેસોમાં ભારે વધારો નોંધવામાં આવ્યો છે.
#WATCH मुंबई हवाई अड्डे के सीमा शुल्क विभाग ने 18 मई को मस्कट से आने वाले एक भारतीय नागरिक से 2.28 करोड़ रुपये मूल्य का 4.2 किलोग्राम से अधिक सोना जब्त किया। सोने को यात्री द्वारा पहनी जाने वाली जींस, अंडरगारमेंट और घुटने की टोपी के अंदर सावधानी से सिले हुए पॉकेट में छुपाया गया… pic.twitter.com/MX39gI7tmg
— ANI_HindiNews (@AHindinews) May 18, 2023
મુંબઈ સોનાના દાણચોરો માટે મુખ્ય પરિવહન કેન્દ્ર છે. જ્યાં મોંઘી ધાતુઓના મોટા પાયે ખરીદદારો છે. બીજી તરફ કસ્ટમના અધિકારીઓની વાત માનીએ તો મુંબઇમાં અનેક સિન્ડિકેટ કામ કરે છે, જેમાં જ્વેલર્સ સહિત અનેક લોકો સામેલ છે. દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈ પણ દાણચોરો માટે પસંદગીના આંતરરાષ્ટ્રીય માર્ગો છે. મુંબઈની સાથે હૈદરાબાદમાં પણ દાણચોરીના કેસમાં વધારો થયો છે. અહીં આ વર્ષે 124 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. જ્યારે ગયા વર્ષે 55 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.
એક જ્વેલર્સના જણાવ્યા અનુસાર દર વર્ષે ભારતમાં 720 ટન સોનું આવે છે, જેમાંથી 320 ટન સંપૂર્ણ ડ્યુટી ભર્યા બાદ કાયદેસર છે અને બાકીનું 340 ટન સોનું અલગ-અલગ માર્ગો દ્વારા દાણચોરી કરવામાં આવે છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર ભારત દર વર્ષે 900 ટન સોનાની આયાત કરે છે.