(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત રાજ્યના મોટા ભાગના જિલ્લામાં બુધવારે પણ ઠંડીનું જોર કાયમ રહ્યું હતું. રાજ્યમાં સૌથી વધુ ઠંડી જળગાંવમાં રહી હતી. અહીં ૭.૫ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.
રાજ્યના મોટાભાગના જિલ્લામાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. મંગળવારે નાશિક નજીકના વિસ્તારોમાં તાપમાનનો પારો ૩.૧ ડિગ્રીની આસપાસ નોંધાયો હતો.
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે બુધવારે જળગાંવમાં ૭.૫ ડિગ્રી, પુણેમાં ૮.૧ ડિગ્રી, ઔરંગાબાદમાં ૮.૨ ડિગ્રી, નાશિકમાં ૯.૦ ડિગ્રી, ગોંડિયામાં ૯.૪ ડિગ્રી, ગઢચિરોલી ૯.૮ ડિગ્રી, ઓસ્માનાબાદ ૯.૯ ડિગ્રી, નાગપુરમાં ૧૦.૧ ડિગ્રી, પરભણીમાં ૧૧.૦ ડિગ્રી, વર્ધામાં ૧૧.૪ ડિગ્રી, અમરાવતીમાં ૧૧.૩ ડિગ્રી, અકોલામાં ૧૧.૬ ડિગ્રી, ચંદ્રપુરમાં ૧૨.૦ ડિગ્રી, બ્રહ્મપુરીમાં ૧૨.૧ ડિગ્રી, મહાબળેશ્ર્વરમાં ૧૩.૬, સાંગલી ૧૨.૪ ડિગ્રી,માલેગાંવમાં ૧૨.૮ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.
મુંબઈમાં ઠંડીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન સાંતાક્રુઝમાં ૧૭.૦ ડિગ્રી તો કોલાબામાં ૨૦.૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છેલ્લા ત્રણ-ચાર દિવસથી મુંબઈમાં પ્રદૂષણનું સ્તર એકદમ જોખમી સ્તરે પહોંચી ગયું હતુંં. જોકે બુધવારે પ્રદૂષણમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન મુંબઈમાં સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૬૬ નોંધાયો હતો. કોલાબામાં ૨૧૧, ચેંબુરમાં ૨૩૯, બીકેસીમાં ૨૪૨ જેટલો એક્યુઆઈ નોંધાયો હતો. તો નવી મુંબઈમાં પ્રદૂષણમાં થોડો ઘટાડો થયો હતો. અહીં છેલ્લા થોડા દિવસથી એક્યુઆઈ સતત ૩૨૫ની ઉપર નોંધાઈ રહ્યો હતો. જોકે બુધવારે એક્યુઆઈ ઘટીને ૨૦૦ જેટલો નીચો ઊતર્યો હતો.