Homeઆમચી મુંબઈમુંબઈમાં યોજાનારી ‘જી-૨૦’ની બેઠકમાં કોસ્ટલ રોડ પર ચર્ચા

મુંબઈમાં યોજાનારી ‘જી-૨૦’ની બેઠકમાં કોસ્ટલ રોડ પર ચર્ચા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: દક્ષિણ મુંબઈથી પશ્ચિમ ઉપનગરમાં પીક અવર્સના ટ્રાફિકની સમસ્યા અને પ્રદૂષણને માત આપવા માટે મુંબઈ મહાનગરપાલિકા કોસ્ટલ રોડ બાંધી રહી છે. સાડા દસ કિલોમીટર લંબાઈના આ કોસ્ટલ રોડ પર ચોમાસામાં દરિયાના પાણી ઘસી ન આવે તે માટે સાડા આઠ કિલોમીટર લંબાઈની સંરક્ષક દીવાલ બાંધવામાં આવવાની છે. અત્યાર સુધી સાત કિલોમીટર સુધીની લંબાઈની દીવાલનું કામ પૂરું થઈ ગયું છે. આગામી ૨૩થી ૨૫ મે દરમિયાન મુંબઈમાં ‘જી-૨૦’ની બેઠક થવાની છે, તેમાં બીજી વખત યોજાઈ રહેલી ‘ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રૂપ’ની બેઠકમાં આ મહત્ત્વના પ્રોજેક્ટ સંદર્ભમાં ચર્ચા કરવામાં આવવાની છે.

કોસ્ટલ રોડ મરીન ડ્રાઈવથી બાંદ્રા વરલી સી લિંક વચ્ચે ૧૦.૫૮ કિલોમીટર લંબાઈનો છે. પ્રોજેક્ટની કુલ જગ્યામાંથી લગભગ ૧૩.૬૦ ટકા ક્ષેત્રફળ એટલે કે ૧૫,૬૦,૭૭૦ ચોરસ ફૂટ (૧૪.૫૦ હેકટર) જગ્યા કોસ્ટલ રોડ સંરક્ષક દીવાલ બાંધવા માટે રિઝર્વ રાખી છે. બાંદ્રા-વરલી સી લિંકને કોસ્ટલ રોડ સાથે જોડતા સમયે આ રોડ પર પ્રિયદર્શની પાર્કથી વરલી બાંદ્રા સી લિંકના દરિયાની દિશા તરફના ભાગ સુધીના સાડા આઠ કિલોમીટર લંબાઈની કોસ્ટલ સંરક્ષક દીવાલ બાંધવામાં આવી રહી છે. હાલ સાતથી સવા સાત કિલોમીટર સુધીની દીવાલનું કામ પૂરું થઈ ગયું છે. આ દીવાલ લગભગ છથી નવ મીટર ઊંચી છે. ભીંત બાંધવા માટે ‘આર્મર રૉક’ એટલે કે બેસાલ્ટ પ્રકારના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવા એકથી ચાર ટનના રહેલા પથ્થરના બે થર રચવામાં આવ્યા છે. તેથી ચોમાસામાં અથવા અન્ય સમયે પણ દરિયાના ઉછળતાં મોજાથી કોસ્ટલ રોડ સુરક્ષિત રહેશે. એ સિવાય પૂરના પાણીને પણ શહેરમાં ઘૂસતા રોકી શકાશે. કોસ્ટલ રોડનો ફાયદો થશે પણ સાથેજ મુંબઈના શહેરમાં પાણી ઘૂસતા પણ રોકવામાં મદદરૂપ થશે.

નોંધનીય છે કે કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું અત્યાર સુધી ૭૩.૫૦ ટકા પૂરું થઈ ગયું છે. આ બાંધકામ ૧૧૯,૪૭,૯૪૦ ચોરસ ફૂટ (૧૧૧ હેકટર) ક્ષેત્રફળનું છે. કોસ્ટલ રોડને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. પ્રવાસનો સમય બચશે. કાર્બન ઉત્સર્જનનો સમય બચશે. મરીન ડ્રાઈવથી વરલી વચ્ચેનો પ્રવાસનો સમય ૫૦ મિનિટનો સમય ૧૦ મિનિટનો થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -