દિંડોશી પોલીસે 27 વર્ષની કાસ્ટિંગ ડારેક્ટરની સેક્સ રેકેટ ચવલાવવા અને કસ્મટરમે મોડેલ સપ્લાય કરવાના આરોપ હેઠળ ધરપકડ કરી છે. સોશિયલ સર્વિસ વિભાગ દ્વારા સ્ટીંગ ઓપરેશન કરી આ મહિલા કાસ્ટિંગ ડારેક્ટરને રંગે હાથ પકડવામાં આવી હતી. તથા બે મોડેલ્સને તેના ચંગુલમાંથી બચાવવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર સોશિયલ સર્વિસ વિભાગ દ્વારા બે ડમી કસ્મટર મોકલીને આ મહિલા કાસ્ટિંગ ડાયરેક્ટરને રંગે હાથ પકડવામાં આવી હતી. તથા બે મોડેલ્સને બચાવીને તેમને રીહેબ સેન્ટરમાં મોકલવામાં આવી છે. આ આખું ઓપરેશન સોશિયલ સર્વીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અને આખી ઘટનાનો સવિસ્તર વિડીયો પણ રેકોર્ડ કરવામાં આવ્યો છે.
આ આરોપી મહિલાનું નામ આરતી હરીશચંદ્ર મિત્તલ છે. જે ફિલ્મોની કાસ્ટિંગ ડાયરેક્ટર છે અને ઓશિવરાના આરાધાના એપાર્ટમેન્ટમાં રહે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મૂજબ આરોપી એવી મોડેલ્સને ટાર્ગેટ કરતી જેને તે વિવિધ પ્રોજેક્ટ દરમિયાન મળી હોય. તે તેમને આ કામ માટે સારા પૈસાની લાલચ આપી સેક્સ રેકેટ ચલાવતી. આરતી મિત્તલ અભિનેત્રિ અને કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે કામ કરે છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર મનોજ સુતારને માહિતી મળી કે આરતી મિત્તલ નામની કાસ્ટીંગ ડાયરેક્ટર સેક્સ રેકેટ ચલાવે છે. સૂચના મળતા જ પીઆઇ સૂતારે એક ટિમ બનાવી તેમને કસ્ટમર તરીકે રજૂ કર્યા અને મિત્તલને ફોન કરીને તેના મિત્રો માટે બે મોડેલ જોઇએ છે તેમ કહ્યું. મિત્તલે બે મોડેલ લાવી આપવા માટે 60 હજાર રુપિની માંગણી કરી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મિત્તલે બે મોડેલ્સના ફોટો પીઆઇ સુતારના ફોન પર મોકલ્યા અને કહ્યું કે આ મોડેલ્સ જૂહુ નહીં તો ગોરેગામના હોટેલમાં જ આવશે. સુતારે ગોરેગામની એક હોટેલમાં બે રુમ બૂક કરાવ્યા અને ડમી કસ્ટમરને મોકલ્યા. મિત્તલ આ હોટેલમાં બે મોડેલ્સ સાથે આવી અને તેણે એમને કોન્ડમ પણ આપ્યા. આ બધુ જ એક સ્પાય કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યું છે.
ત્યાર બાદ પોલીસે આ હોટલમાં રેડ કરી આરતી મિત્તલને રંગે હાથ ઝડપી પાડી હતી. ત્યાર બાદ દિંડોશી પોલીસને આ અંગે જાણ કરવામાં આવી. અને મિત્તલ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી. પૂછપરછ દરમિયાન મોડેલ્સે જણાવ્યું કે મિત્તલે બંનેને 15 – 15 હજાર રુપિયા આપવાનો વાયદો કર્યો હતો. દિંડોશી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પૈસાની લાલચે મોડેલ્સને કસ્મટર સુધી મોકલવાનું કામ કરનાર આ કાસ્ટિંગ ડાયરેક્ટરની અમે ધરપકડ કરી છે. મિત્તલ વિરુદ્ધ આઇપીસીની ધારા હેઠળ સેક્શન 370 લગાવી ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ ક્રાઇમ બ્રાન્ચના યુનિટ 11ને આગળની તપાસ માટે સોંપવામાં આવ્યો છે.