Homeટોપ ન્યૂઝટેક્નિકલ ખામી સર્જાતા મુંબઇ જતી ઇન્ડિગોની ફ્લાઇટ કોલકાતા પાછી ફરી

ટેક્નિકલ ખામી સર્જાતા મુંબઇ જતી ઇન્ડિગોની ફ્લાઇટ કોલકાતા પાછી ફરી

શુક્રવારે સવારે કોલકાતા એરપોર્ટ પરથી ઉડાન ભરેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને પાછું વાળવાની ફરજ પડી હતી.
156 મુસાફરો સાથે મુંબઈ જતી ફ્લાઈટ સવારે 10:05 વાગ્યે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રવાના થઈ હતી. પરંતુ ટેક-ઓફની થોડી જ મિનિટોમાં પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી કે તે કેટલીક ટેકનિકલ સમસ્યાઓને કારણે પરત ફરવા માંગે છે.
ફ્લાઇટને એરપોર્ટ પર ઉતરાણ કરવા મંજૂરી આપી દેવામાં આવી હતી. ફ્લાઇટે સફળતાપૂર્વક કોલકાતા એરપોર્ટ પર લેન્ડિંગ કરી લીધું હતું. હાલમાં એન્જિનિયરો ટેકનિકલ ખામીની તપાસ કરી રહ્યા છે.

 

 

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -