(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના ચેંબુરના ‘એમ-પશ્ચિમ’ વોર્ડ ઑફિસ બાદ હવે પી-દક્ષિણ વોર્ડના ગોરેગાંવમાં આવેલી બિલ્ડિંગમાં૨૫ કિલોવૅટ ક્ષમતાનો સૌર ઊર્જાથી વીજ ઉત્પાદન કરનારો પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે ૨૫ કિલોવૅટ ક્ષમતાના આ પ્રોજેક્ટને કારણે વીજળીનું તો ઉત્પાદન થશે પણ સાથે જ પાલિકા દર મહિને વીજળીના બિલમાં ૨૭,૦૦૦ રૂપિયાની બચત કરશે.

આ અગાઉ ૨૮ એપ્રિલ, ૨૦૨૩ના પૂર્વ ઉપનગરમાં પાલિકાની ‘એમ-પશ્ચિમ’ વોર્ડની ઑફિસની બિલ્ડિંગ પર સૌર ઊર્જાથી વીજ ઉત્પાદન કરનારી સિસ્ટમ રૂફ ટૉપ સોલર સિસ્ટમ અમલમાં મૂકી છે અને સોમવાર પહેલી મેના દિવસે ગોરેગાંવની પાલિકાની પી-દક્ષિણ વોર્ડની બિલ્ડિંગમાં ટૅરેસ પર સૌર ઊર્જાથી વીજ ઉત્પાદન કરવામાં આવવાનું છે. આ પ્રોજેક્ટ પાછળ ૨૧ લાખ ૯૫ હજાર રૂપિયાનો ખર્ચ થયો છે.