મુંબઈઃ રાજ્યમાં છેલ્લાં કેટલાક દિવસથી મહિલાઓ પરના અત્યાચારની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને અલ્પવયીન બાળકીઓ પર અત્યાચારની ઘટનાઓ વધતી જ જઈ રહી છે. એક તરફ મહિલાઓ સામેના અત્યાચાર વિરુદ્ધમાં કઠોરમાં કઠોર કાર્યવાહી કરવામાં આવી રહી છે, પણ બીજી બાજું મુંબઈમાંથી જ બીજી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે.
મુંબઈના બાંદ્રા વિસ્તારમાં 17 વર્ષીય સગીરા પર બે નરાધમો દ્વારા બળાત્કાર કર્યો હોવાની ઘટના સામે આવી રહી છે. આરોપીઓએ સગીરાને બેહોશ કરનારી દવા પીવડાવીને તેનું અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેને વિરારના વજ્રેશ્વરી પરિસરમાં લઈને જઈને તેના પર બળાત્કાર કર્યો હતો.
એટલું જ નહીં આરોપીઓએ બળાત્કારનો વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું અને આ જ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને તેમણે પીડિતાના પરિવાર પર દબાણ લાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ બાબતની માહિતી કોઈ સાથે વાત કરી તો માતાને મારી નાખવાની ધમકી પણ નરાધરમોએ પીડિતાને આપી હતી. દરમિયાન આરોપીઓની સતામણી દિવસે દિવસે વધતી જતી હોવાને કારણે પીડિતા સહિત તેની માતાએ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મળતાં જ પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરીને બંને આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીઓ સામે પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો ગાખલ કર્યો છે. આ ઘટનાને કારણે આસપાસના પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો.