Homeઆમચી મુંબઈમુંબઇ એરપોર્ટે પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારને ચૂકવ્યા 5,174 કરોડ

મુંબઇ એરપોર્ટે પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારને ચૂકવ્યા 5,174 કરોડ

મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીએ છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારને રૂ. 5,174 કરોડની આવક આપી છે. જોકે એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે, પરંતુ આ આવક કેન્દ્ર સરકારની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ને 26 ટકા હિસ્સાના રૂપમાં ગઈ છે.
મુંબઈ એરપોર્ટ AAI અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયની માલિકીનું છે. વર્ષ 2006માં તત્કાલિન કેન્દ્ર સરકારે આ એરપોર્ટ ખાનગી કંપનીને 99 વર્ષના લીઝ પર આપ્યું હતું. તેના દ્વારા એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. GVK ગ્રુપે AAI પાસેથી 51 ટકા હિસ્સો ખરીદ્યો હતો. તે સિવાય દક્ષિણ આફ્રિકા અને અબુ ધાબીના સોવરિન વેલ્થ ફંડે 23 ટકા હિસ્સો ખરીદ્યો હતો. તે પછી 26 ટકા હિસ્સો AAI પાસે રહ્યો. આ 26 ટકા હિસ્સામાં AAI એરપોર્ટ પર ‘સ્લિપિંગ પાર્ટનર’ તરીકે રહ્યું હતું. બાદમાં, બે વર્ષ પહેલા અદાણી એરપોર્ટ હોલ્ડિંગ કંપનીએ દક્ષિણ આફ્રિકા અને અબુ ધાબીનો હિસ્સો ખરીદ્યો હતો અને GVK પાસેથી પણ એરપોર્ટ ખરીદ્યું હતું. આને કારણે મુંબઇનું એરપોર્ટ હવે 100 ટકા (74 ટકા અદાણી અને 26 ટકા AAI) ભારતીયોની માલિકીનું છે. આ અંતર્ગત એરપોર્ટે AAIને 5,174 કરોડ રૂપિયાની આવક આપી છે.

આગામી સમયમાં કેન્દ્ર સરકાર આ રીતે વધુ 25 એરપોર્ટનું ખાનગીકરણ કરવા જઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -