Homeઆમચી મુંબઈમુંબઈ એરપોર્ટની રોનક પાછી ફરી: જાન્યુઆરીમાં ૪૫ લાખ પ્રવાસીની અવરજવર

મુંબઈ એરપોર્ટની રોનક પાછી ફરી: જાન્યુઆરીમાં ૪૫ લાખ પ્રવાસીની અવરજવર

દેશના બીજા નંબરના સૌથી વ્યસ્ત એવા મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) પર જનુઆરી માસમાં સૌથી વધુ મુસાફરો જોવા મળ્યા. પ્રાપ્ત માહિતી મુજબ માત્ર જાન્યુઆરી ૨૦૨૩માં CSMIA માં ૪૫ લાખ મુસાફરોની અવર – જવર જોવા મળી.
જે અંતર્ગત ૧૨ લાખ આંતરરાષ્ટ્રીય અને ૩૨ લાખ ડોમેસ્ટિક મુસાફરો હતા. CSMIA દ્વારા હાથ ધરવામાં આવેલ સલામતીના પગલા અને કડક નિયમોનું પાલન ને કારણે મુસાફરોની વિશ્વાસ વધ્યો અને કોવિડ બાદ મુંબઈ એરપોર્ટ ફરી મુસાફરોની ભીડથી ઉભરાઈ ગયું.
જાન્યુઆરી ૨૦૨૩માં CSMIA પર ૪૫ લાખ મુસાફરોની અવર – જવર જોવા મળી. જેમાં ૨૭,૩૩૧ ફ્લાઇટની ભાગીદારી હતી. આ સંખ્યા જાનુઆરી ૨૦૨૨ની તુલનામાં ૧૪૯ % થી બધી છે. જેમાં 61% ડોમેસ્ટિક અને 39% આંતરરાષ્ટ્રિય મુસાફરો નો સમાવેશ થાય છે. મળતા આંકડા મુજબ 140,641 મુસાફરો એ 882 ફ્લાઇટનો ઉપયોગ કર્યો. એરપોર્ટ ઓથોરિટીના મત મુજબ CSMIA ના વ્યવસ્થાના સારા પ્રયાસો જેને કારણે મુસાફરોમાં હકારાત્મક લાગણી ફેલાઇ અને તહેવારોને કારણે આ સંખ્યામાં વધારો નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -