મુંબઈ: મધ્ય રેલવેમાં રોજે રોજ ખોટકતી લોકલ ટ્રેનસેવાથી પરેશાન પ્રવાસીઓએ ટિટવાલા સ્ટેશને રેલરોકો કરતા બુધવારે સવારે કસારાથી CSTM વચ્ચેની ટ્રેનસેવા ખોટકાઈ હતી.
બુધવારે સવારથી ટ્રેન પંદર વીસ મિનિટ દોડતી હતી અને ૮.૧૯ લોકલ પછી ૮.૩૩ AC Local છે અને એના પછી ૮.૫૩ સામાન્ય લોકલ છે. નોન AC Local વચ્ચે લગભગ ૩૪ મિનિટનું અંતર છે, એમાં આજે પણ લોકલ ટ્રેન મોડી આવતા પ્રવાસીઓ રોષે ભરાયા હતાં, તેથી રેલવેની શાન ઠેકાણે લાવવા માટે પ્રવાસીઓએ
રેલ રોકો કર્યું હતું, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.
કસારાથી cstm વચ્ચેની ૮.૧૮ વાગ્યાની લોકલ ટ્રેન ટિટવાલામાં ૮.૩૦ વાગ્યે આવવાને કારણે પ્રવાસીઓ ગુસ્સે ભરાયા હતા, તેથી અમુક પ્રવાસીઓ ટ્રેક પર ઊભા રહી ગયા હતા. ટ્રેનને રોકી લેતા મોટરમેને પણ ટ્રેનને આગળ જવા દેવાનું ટાળ્યું હતું. જોકે, પોલીસ અને રેલવે કર્મચારીની મદદથી ટિટવાલા સ્ટેશને ટ્રેનને ૮.૫૧ વાગ્યે CSTM માટે રવાના કરી હતી, એમ મધ્ય રેલવેનાં અધિકારીએ જણાવ્યું હતું.