Homeસ્પેશિયલ ફિચર્સએમએસ ધોનીએ ઉપાડી બંદૂક અને કર્યું ધનાધન ફાયરિંગ....

એમએસ ધોનીએ ઉપાડી બંદૂક અને કર્યું ધનાધન ફાયરિંગ….

હેડિંગ વાંચીને જરા પણ ગૂંચવાઈ જવાની જરૂર નથી. અહીંયા અસલી બંદૂક નહીં પણ નકલી બંદૂકની વાત ચાલી રહી છે. IPL 2023માં એમએસ ધોનીએ પોતાના બેટથી દબદબો જમાવ્યો છે. પરંતુ હવે માહીએ બેટ મૂકીને બંદૂક હાથમાં લીધી છે. નવાઈ નહીં પામતા અહીં અસલી બંદુકની વાત નથી થઈ રહી. સોશિયલ મીડિયા પર એમઅસ ધોનીનો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે વીડિયો ગેમ રમી રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીનો ફોટો ચેન્નાઈ સુપરકિંગ્સના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ ફોટોમાં ધોની અલગ જ મૂડમાં જોવા મળી રહ્યો છે.

ધોનીએ કાળા રંગનો કુર્તો-પાયજામા પહેર્યો છે અને સેન્ડલ પહેર્યા છે. ધોની સાથે દીપક ચાહર પણ તેની સાથે આ ગેમ રમી રહ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ હાલમાં આરામ ફરમાવી રહી છે. ટીમની આગામી મેચ બુધવારે એટલે કે 10મી મેના રોજ રમાશે. ચેન્નઈ સુપર કિંગ્સની અગામી મેચ દિલ્હી કેપિટલ્સની સામે છે.

પોઈન્ટ ટેબલ પર ચેન્નઈ સુપર કિંગ્સની સ્થિતિની વાત કરીએ તો તેમને છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું હતું અને હવે તેની આગામી મેચ દિલ્હી સામે છે. પોઈન્ટ ટેબલમાં ચેન્નઈની સ્થિતિ મજબૂત છે. ચેન્નઈ 11 મેચમાં 6 જીત સાથે બીજા નંબર પર છે. ચેન્નઈમાં એક મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. આ ટીમના 13 પોઈન્ટ છે. ચેન્નાઈની 3 મેચ બાકી છે અને જો તે બે જીતે છે તો તેનું પ્લેઓફમાં પહોંચવું લગભગ નિશ્ચિત થઈ જશે.

ચેન્નઈની વાત કરીએ તો હાલમાં ટીમ એકદમ ફોર્મમાં છે. એમાં પણ ખાસ કરીને ડેવોન કોનવેએ 11 મેચમાં 458 રન બનાવીને પોતાની કુશળતા સાબિત કરી દેખાડી છે. ઋતુરાજ ગાયકવાડે પણ 11 મેચમાં 384 રન બનાવ્યા છે. બોલિંગમાં તુષાર દેશપાંડેએ 19 વિકેટ લઈને ચેન્નાઈને મજબૂત સ્થિતિમાં જાળવી રાખ્યું છે. આ સિવાય મતિશા પથિરાનાએ પણ ડેથ ઓવરોમાં ચેન્નાઈને મજબૂત બનાવી છે.

IPL 2023ની વાત કરીએ તો રવિવારે જબરદસ્ત મેચ જયપુરમાં જોવા મળી હતી અને આ દિલધડક મેચમાં મેચના અંતમાં ફ્રી હિટ પર સિક્સર ફટકારીને હૈદરાબાદે જીત હાંસિલ કરી હતી. ઓપનર અભિષેક શર્માની 2 છગ્ગા સાથે 34 બોલમાં અડધી સદી અને રાહુલ ત્રિપાઠીની 3 છગ્ગા વાળી 29 બોલમાં 47 રન વાળી તોફાની રમત છતાં 7 બોલની નાનકડી ઈનીંગ રમનારા ગ્લેન ફિલિપ્સે સૌનુ દિલ જીતી લીધું હતું. રમતમાં અસલી મજાનો ઉમેરો ગ્લેન ફિલિપ્સે કર્યો હતો. તેની આ નાનકડી ઈનીંગ પર તે પ્લેર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -