બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા હાલમાં આમ આદમી પાર્ટીના સભ્ય અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે જોવા મળી રહી છે, જેને કારણે
બંને વચ્ચેના સંબંધોની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ બંને મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર એકસાથે જોવા મળતાં આ અંગે ચર્ચાઓ જાગી છે. લોકોને લાગે છે કે આ ક્યુટ કપલ ડેટ કરી રહ્યું છે. તેમના ચાહકો સોશિયલ મીડિયા પર જાત-જાતની કમેન્ટ કરી રહ્યા છે.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા બંનેએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બંને સારા મિત્રો છે, પરંતુ ચાહકો તેમના અફેર વિશે વાત કરી રહ્યા હતા. તેવી જ રીતે રાઘવ ચઢ્ઢાને પરિણીતી સાથેની મુલાકાત અંગે પણ પૂછપરછ કરવામાં આવી હતી. રાઘવે પરિણીતી સાથેના સંબંધો અંગે કોઇ પ્રતિભાવ આપવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, “મને રાજનીતિ વિશે પૂછો, પરિણીતી વિશે ન પૂછો.”
રાઘવને ફરી એકવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે લોકો તેમના અફેરની ચર્ચા કરી રહ્યા છે. રાઘવે કહ્યું કે તેઓ સમય આવશે ત્યારે જવાબ આપશે. આમ ગોળગોળ જવાબ આપી રાઘવે આ બંને ખરેખર મિત્રો છે કે પછી તેનાથી આગળ કંઈક છે તે વિશે વાત કરવાનું ટાળ્યું હતું. આ અંગે પરિણીતીએ પણ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.