મધ્યપ્રદેશના ખંડવામાં રવિવારે એક મુસ્લિમ પરિવારના ઘરમાં જબરદસ્તીથી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરીને ત્યાં પૂજા કરવાને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. બંને પક્ષના લોકો આમને-સામને આવી ગયા હતા. આ દરમિયાન પોલીસે લોકોને વિખેરવાનો પ્રયાસ કર્યો ત્યારે સ્થળ પર હાજર લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસ જવાન પણ પથ્થરમારાનો ભોગ બન્યા હતા. પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરે આગેવાની લઈને સ્થિતિ કાબુમાં લીધી છે.
પોલીસે આ મામલામાં એફઆઈઆર નોંધવાની ખાતરી આપી છે. હાલ વાતાવરણ શાંત છે.પરંતુ સાવચેતીના ભાગરૂપે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઘટનાની જાણકારી મુજબ ખંડવાની દુબે કોલોની વિસ્તારમાં મુનશી ચોક ખાતે એક મુસ્લિમ પરિવારનાના ઘરમાં કેટલાક માથાભારે શખ્સોએ બળજબરી પૂર્વક હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરીને પૂજા શરુ કરી દીધી હતી. ત્યાર બાદ બંને પક્ષના યુવકો સામસામે આવી ગયા હતા. બંને તરફથી પથ્થરમારો થયો હતો. ઘટનાની જાણ થતા જ શહેરના ત્રણ પોલીસ સ્ટેશનના પોલીસજવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. શહેરના પોલીસ અધિક્ષક પર પણ પથ્થરમારો થયો હતો. કલેક્ટર અને એસપીએ ભારે ચાર્જ સાંભળી સ્થિતિ સાંભળી હતી.
દુબે કોલોનીના મુનશી ચોક પાસેનું ઘર ગણેશ જાધવનું હતું. ગણેશની પુત્રવધૂએ આ ઘર શેખ અસગરને વેચી દીધું હતું. અસગરે થોડા દિવસ પહેલા જ ઘરનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ રવિવારે રાત્રે હિન્દુ નેતા રવિ આવ્હાડ કેટલાક યુવકો સાથે પાછલા દરવાજેથી ઘરમાં ઘૂસી ગયા હતા અને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી આરતી કરી હતી. આ દરમિયાન મકાન માલિક અસગર અને મુસ્લિમ સમાજના લોકોએ વિરોધ કર્યો હતો. બંને પક્ષો સામસામે આવી ગયા હતા.
રવિ આહવાડે કહ્યું કે ઘરમાં 150 વર્ષ જૂનું મંદિર છે. હનુમાનજીની મૂર્તિ પહેલેથી જ હતી. અમે આ ઘર શંકર જાધવને સસ્તા ભાવે વેચી દીધું હતું જેથી ત્યાં હનુમાનજીની મૂર્તિની પૂજા ચાલુ રહે. પણ તેણે આ ઘર ખાનને વેચી દીધું.