બોલિવૂડની આઇકોનિક ફિલ્મ ‘ગદર: એક પ્રેમ કથા’ ને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મમાં સની દેઓલની એક્શન અને સકીના સાથેની તેની કેમેસ્ટ્રીને લોકોએ ઘણી વખાણી હતી. કદાચ આ જ કારણ છે કે ‘ગદર 2’ની જાહેરાત બાદ ચાહકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, સેટ પરની તસવીરો વાયરલ થતાં તેમની ઉત્તેજના બમણી થઈ ગઈ છે.
‘ગદર 2: ધ સ્ટોરી કંટીન્યુસ’ ની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ આ વર્ષે 11 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થશે. તારા અને સકીનાની પ્રેમ કહાની વર્ણવતી ફિલ્મ જોવા માટે ચાહકોની ઉત્તેજના બમણી થઈ ગઈ છે. ફિલ્મનું પોસ્ટર તો રિલીઝ થઈ ચૂક્યું છે પરંતુ હવે સેટ પરથી BTSની તસવીરો પણ સામે આવી રહી છે. ઈન્ટરનેટ પર એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં સની દેઓલ તારાના ગેટઅપમાં અને અમીષા પટેલ સકીનાના અવતારમાં જોવા મળી રહી છે. વાયરલ થઈ રહેલા બીજા ફોટોમાં તારા અને સકીના એકબીજામાં ખોવાયેલા જોવા મળે છે. બંને એકબીજાની આંખોમાં જોઈને હસતા હોય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ‘ગદર 2’ની વાર્તા 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધની આસપાસ ફરતી જોવા મળશે. ફિલ્મમાં તારા સિંહનો પુત્ર ‘જીતે’ એટલે કે ઉત્કર્ષ શર્મા ફરી એકવાર ભારતીય સૈનિકની ભૂમિકામાં પોતાના અભિનયથી લોકોના દિલ પર છાપ છોડવાનો પ્રયાસ કરતો જોવા મળશે. ગદરના પહેલા ભાગમાં તારાએ પત્ની સકીના માટે જ પાકિસ્તાનમાં પગ મૂક્યો હતો.
View this post on Instagram
પરંતુ આ વખતે તે પોતાના પુત્રને બચાવવા બળજબરીપૂર્વક ત્યાં પગ મૂકશે. આ વખતે ફિલ્મની આખી વાર્તા પિતા અને પુત્રના અતૂટ પ્રેમ પર આધારિત હશે.