મુંબઈઃ જાણીતી અભિનેત્રીઓની પાસે ભલે ફિલ્મો કે સિરીયલ ના હોય, પરંતુ બોલ્ડ અવતારને લઈને હંમેશાં લાઈમલાઈટમાં છવાયેલી રહે છે અને તેનાથી સોશિયલ મીડિયામાં નામ પણ કમાવતી રહે છે. વાત કરીએ આજે આપણે મૌની રોયના બોલ્ડ અવતાર અને તેના પતિના મજાકિયા અંદાજની. અલબત્ત, હિન્દી ફિલ્મ બહ્માસ્ત્રથી જાણીતી બનેલી મૌની રોય સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે, જેમાં તાજેતરમાં પિંક બિકિનીમાં ફોટોશૂટ કરાવીને તેના ફેન્સના દિલ જીતી લીધા છે. મૌનીના બોલ્ડ અવતારે તેના પતિનું પણ દિલ જીતી લીધું છે અને સુરજ નામ્બિયારે પણ પ્રતિક્રિયા આપી વિના રહ્યો નહોતો.
ગુલાબી બિકિનીમાં મૌની રોયે આગ તો લગાવી છે, જેમાં તેના ટોંડ ફિગરની સાથે એબ્સ બતાવીને સૌની આંખોમાં વસી ગઈ છે. 37 વર્ષીય મૌની રોય તેના ગોર્જિયસ, ગ્લેમરસ અને સ્ટાઈલિશ અભિનેત્રીઓમાં ગણતરી થાય છે, જે અવારનવાર સોશિયલ મીડિયા પર ગ્લેરમરસ ફોટો મૂકીને આગ લગાવે છે અને તેના પર કમેન્ટ કરતા પણ ચાહકો થાકતા નથી. તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ શેર કરેલા ફોટોગ્રાફ્સમાં તેને કેપ્શન લખ્યું છે કે “Bewitched, bothered and bewildered, am I?”. મૌની રોયના બોલ્ડ અંદાજને વધાવતા સુરજે લખ્યું છે કે “Lucky husband you must have.” અને એના વળતા જવાબમાં મૌનીએ ફ્લાઈંગ કિસ મોકલી હતી, જ્યારે તેની ફ્રેન્ડ શમિતા શેટ્ટીએ પણ “હોટનેસ” લખ્યું હતું. મૌની રોયે પિંક બિકિનીની સાથે શ્રગ પહેરેલું છે, જ્યારે કમરમાં વ્હાઈટ સ્ટોલ લપેટીને ગાંઠ લગાવી છે. અહીં એ જણાવી દઈએ કે 2022માં બ્રહ્માસ્ત્રમાં મૌની રોય જોવા મળી હતી અને તેના અભિનયના પણ ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટિલ માસ્ટર્સની પાંચમી શ્રેણીમાં જજ તરીકે જોવા મળી હતી.