એક મા સો શિક્ષકની ગરજ સારે છે. માતા સંતાનને શિસ્તના જે પાઠ ભણાવી શકે છે તે બીજું કોઈ ભણાવી શક્તું નથી, પરંતુ જો સંતાન ન માને તો..આવી માતા માટે ગુજરાતની એક મા ઉદાહરણરૂપ બની છે. રફ ડ્રાઈિવંગ કરતા દિકરાને વારંવાર સમજાવવા છતાં તે ન માનતા માતાએ પોલીસને ફરિયાદ કરી દીધી હોવાની ઘટના ગુજરાતના નડિયાદમાં બની હતી.
માતા દિકરા સાથે બાઈક પર ગઈ ને દિકરાએ તેને જ પછાડી અને તેના ખભ્ભામાં ફે્રક્ચર આવ્યું. આ દિવસે માની ધીરજ ખૂટી અને તેણે આણંદના વાસો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. મીનાબેન નામની આ 58 વર્ષીય મહિલા વિધવા છે અને આનંદ નામના 34 વર્ષીય દિકરા સાથે આણંદ ખાતે રહે છે. તેને કામ હોવાથી તે નડિયાદ જવા માટે દિકરા સાથે બાઈક પર નીકળી હતી. દિકરાએ બાઈક બહુ ઝડપથી ચલાવતા તેણીએ વારંવાર તેને ધીમી ચલાવવા કહ્યું હતું, પરંતુ તેમે વાત ન મારી અને અચાનક બ્રેક મારતા બન્ને પડી ગયા, જેમાં માતાને ફ્રેક્ચર આવ્યું હતું. દિકરાને પાઠ ભણાવવા તેમણે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે તેમની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધર્યાનું જાણવા મળ્યું છે.
ઘણીવાર માતા-પિતા પોતાના સંતાનોની ભૂલોને છાવરતા હોય છે, પરંતુ તે આગળ જતા સંતાન માટે જ ખતરારૂપ સાબિત થાય છે. ત્યારે ગુજરાતની આ માતા પાસેથી તમામ વડિલોએ બોધપાઠ લેવાની જરૂર છે.