દેશની ખૂબ પ્રતિષ્ઠિત માનવામાં આવતી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી આઈ આઈ ટીમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ રાજસ્થાનના જાય છે . જે ઈ ઈ એડવાન્સમાં રાજસ્થાનના 13801 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી 2184 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ જોતા રાજસ્થાનનો સક્સેસ રેટ 15.8% છે. જો કે યુપી પણ રાજસ્થાનથી થોડુંક જ દૂર છે .અહીંના ₹22,880 વિદ્યાર્થીઓમાંથી 2131 વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યું છે. મહારાષ્ટ્ર આ રેસમાં ત્રીજા નંબરે આવે છે. મહારાષ્ટ્રના 1747 વિદ્યાર્થીઓ એડવાન્સ પરીક્ષા પાસ કરી છે દક્ષિણના તેલંગણા અને આંધ્ર પ્રદેશ, અને મધ્યપ્રદેશ છે અનુક્રમે ૧૬૪૪,૧૪૨૮,અને ૧૦૩૮ વિદ્યાર્થી પાસ થયા છે. જે દેશના અલગ અલગ ભાગોમાં આવેલી iit માં અભ્યાસ કરશે . આ વર્ષે કુલ 1.6 લાખ વિદ્યાર્થીઓએ જેઈઈ એડવાન્સમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી 16,635 બેઠક અલોટ કરવામાં આવી છે. જોકે આ એનાલિસિસ તે સમયે વિદ્યાર્થીઓએ જે રાજ્યમાંથી જેઈઈ મેન ની પરીક્ષા આપે છે તેના આધારે છે. એવું બની શકે કે રાજસ્થાનમાં કોટામાં ઘણી બધી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આવી હોવાથી તેમના વિદ્યાર્થીઓ વધારે હોય. ગુજરાતનો સક્સેસ રેટ 13.5 ટકા છે . પંજાબનો 12.9 અને હરિયાણા નો 12.9% છે. જે ઈ ઈ મેન નું ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓએ જાહેર કરેલા રાજ્યોના આધારે આ તારણ કાઢવામાં આવ્યા છે . આઈ આઈ ટી માં કોઈ સ્ટેટ ક્વોટા ન હોવાથી તેઓ વિદ્યાર્થીઓને પોતે મૂળ કયા રાજ્યના છે તેવી કોઈ માહિતી પૂછતા નથી.