Homeઆમચી મુંબઈત્રણ લાખથી વધુ મુંબઈગરાએ લીધો ‘આપલા દવાખાના’નો લાભ

ત્રણ લાખથી વધુ મુંબઈગરાએ લીધો ‘આપલા દવાખાના’નો લાભ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં ૬૬ ઠેકાણે ચાલી રહેલા ‘હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાના’નો અત્યાર સુધી ત્રણ લાખથી વધુ મુંબઈગરાએ લાભ લીધો છે.
મુંબઈમાં ૧૭ નવેમ્બરથી અત્યાર સુધી ૨,૦૬,૪૪૮ નાગરિકોએ આ દવાખાનાનો લાભ લીધો છે.
શિવસેના સ્થાપક બાળ ઠાકરેની ૧૭ નવેમ્બર, ૨૦૨૨ના પુણ્યતિથિ દિને મુંબઈમાં ‘હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાના’નું લોકાર્પણ કર્યું હતું. મુંબઈગરાની સુવિધા માટે ચાલુ કરવામાં આવેલા આ દવાખાનાના લાભાર્થીઓની સંખ્યા ૨૦,૦૬,૪૪૮ થઈ ગઈ છે. હાલ ૬૬ જગ્યાએ ચાલી રહેલા આ દવાખાનાની સંખ્યા ૨૬ જાન્યુઆરી સુધી ૧૦૦ જેટલી વધારવામાં આવવાની હોવાનું પાલિકા પ્રશાસને કહ્યું હતુંં.
હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાનામાં મફત વૈદ્યકીય તપાસ, દવા, મામૂલી જખમ પર મલમપટ્ટી સહિત ૧૪૭ પ્રકારના બ્લડ ટેસ્ટની સુવિધા મફતમાં મળે છે. એ સિવાય અહીં એક્સ-રે, સોનોગ્રાફી સહિતના ટેસ્ટ માટે પૅનલ પરના ડાયગ્નૉસ્ટિક સેન્ટર દ્વારા મુંબઈ મહાનગરપાલિકાને રાહતના દરે સંબંધિત સેવાઓ ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. એ સાથે જ નિષ્ણાતોની સેવા પણ પૉલી ક્લિનિક અને ડાયગ્નૉસ્ટિક સેન્ટર દ્વારા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે.
આપલે દવાખાના સવારના સાતથી બપોરના બે અને બપોરના ત્રણથી રાતના ૧૦ વાગ્યા સુધીના સમય દરમિયાન ખુલ્લું હોય છે.
આ દવાખાનામાં અત્યાધુનિક ટેક્નોલોજીના આધારે અને ટૅબ આધારિત પદ્ધતિએ સૉફ્ટવેરના માધ્યમથી દર્દીની માહિતી, બીમારીની માહિતી, દવાનો સ્ટોક અને વિતરણ વગેરેની માહિતી પણ નોંધવામાં આવે છે. એટલે કે આ દવાખાનામાં પેપરલેસ પદ્ધતિએ પર્યાવરણ પૂરક કામ કરવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -