મોરબી ઝૂલતો પુલ કેસમાં આરોપી જયસુખ પટેલના બુધવારે રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. બીજી બીજુ અગાઉ ઝડપાયેલા નવ પૈકી સાત આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી પર ગુરૂવારએ બંને પક્ષે પોતાની દલીલો રજુ કરી હતી અને હવે તા. 04થી ફેબ્રઆરીની મુદત પડી હતી. અને તા. 04થી ફેબ્રઆરીના રોજ કોર્ટ જામીન અરજી મામલે હુકમ સંભળાવી શકે છે.
આ કેસની વિગત મુજબ, મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં અગાઉ ઝડપાયેલા નવ પૈકી સાત આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. આરોપી મેનેજર દીપક પારેખ, દિનેશ દવે, અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ, મુકેશ દલસિંગ ચૌહાણ, મનસુખ વાલજીભાઈ ટોપિયા અને માદેવ લાખાભાઈ સોલંકી એમ સાત આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી. જેમાં કોર્ટમાં બંને મેનેજર વસ્તુના ખરીદ વેચાણ કરવાનું અને બીલ ચુકવણી કરવાનું હતું. તેમજ બીજા મેનેજરને કોન્ટ્રાકટ પર ધ્યાન રાખવાનું હતું. પુલ ચાલુ કરવો તે અંગે નિર્ણય લેવાની તેમની પાસે સત્તા ના હતી. જ્યારે સિક્યુરીટી ગાર્ડ લોડીંગ અને અનલોડીંગ કર્મચારી હતા. જેને સિક્યુરીટી તરીકે મુકવામાં આવ્યા હતા. જે સિક્યુરીટી ગાર્ડે કેટલા લોકોને જવા દેવા તેવી સુચના આપી ના હતી, સહિતની દલીલો કરવામાં આવી હતી. મોરબી કોર્ટે બંને પક્ષની દલીલોને સાંભળી હતી અને આગામી તા. 04થી ફેબ્રઆરીની મુદત પડી છે. ત્યારે હવે જામીન અરજી મામલે તા. 04 ફેબ્રુઆરીના રોજ આદેશ આવી શકે છે.