Homeદેશ વિદેશમોરબી દુર્ઘટના: નવની ધરપકડ, મરણાંક ૧૪૧થી વધુ

મોરબી દુર્ઘટના: નવની ધરપકડ, મરણાંક ૧૪૧થી વધુ

મારું દિલ મોરબીમાં છે:
મોદીએ નર્મદા જિલ્લામાં કેવડિયા કૉલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે સ્ટેચ્યૂ ઑફ યુનિટી પાસેના મંચ પરથી આપેલા પ્રવચનમાં કહ્યું હતું કે ‘મારું દિલ મોરબીમાં છે’.

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો બ્રિજ તૂટી પડતા ૧૪૧થી વધુ લોકોના થયેલાં મોતની ઘટનામાં આખરે પોલીસે આ બ્રિજનું સંચાલન કરતી જાણીતી ઓરેવા કંપની સાથે સંકળાયેલા મૅનેજર સહિત નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં બે મેનેજર, રિપેરિંગનું કામ કરનાર બે કોન્ટ્રેકટર તથા ત્રણ સિક્યુરિટી ગાર્ડ, બે ટિકિટ ક્લાર્કનો સમાવેશ થાય છે.સમગ્ર ગુજરાતમાં નવા વર્ષના ચોથા દિવસે જ હાહાકાર મચાવી દેનારી આ ઘટનામાં પકડાયેલા આરોપીઓમાં
દીપક પારેખ (મોરબી, ૪૪ વર્ષ), દિનેશ દવે (રહે.મોરબી, ૪૧ વર્ષ), મનસુખ ટોપિયા (રહે.મોરબી, ૫૯ વર્ષ), માદેવ સોલંકી (રહે.મોરબી, ૩૬ વર્ષ), પ્રકાશ પરમાર ( રહે. ધ્રાંગધ્રા, ૬૩ વર્ષ), દેવાંગ પરમાર (રહે.ધ્રાંગધ્રા, ૩૧ વર્ષ), અલ્પેશ ગોહિલ (રહે.દાહોદ, ૨૫ વર્ષ), દિલીપ ગોહિલ (રહે.દાહોદ, ૩૩ વર્ષ) અને મુકેશ ચૌહાણ (રહે. દાહોદ, ૨૬ વર્ષ)નો સમાવેશ થાય છે.
રેન્જ આઈજી યાદવે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દુર્ઘટનામાં ૧૩૪થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને ૧૦૦થી વધુ વ્યક્તિઓને નાની-મોટી ઈજા પહોંચી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૧૮૮૭માં મોરબી સ્ટેટ દ્વારા પુલ બનાવવામાં આવ્યો હતો. અગાઉ અવારનવાર સરકાર દ્વારા અલગ-અલગ ખાનગી એજન્સીઓને સમારકામ મેન્ટેનન્સ તેમ જ મૅનેજમેન્ટ અર્થે કામ સોંપવામાં આવતું રહ્યું છે. છેલ્લા આઠ માસથી મેન્ટેનન્સ અર્થે પુલ બંધ રાખવામાં આવ્યો હતો. ૨૬-૧૦ – ૨૦૨૨થી લોકો માટે પુલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. દિવાળીના તહેવાર અંતર્ગત લોકોની વધુપડતી ભીડ રહેતી હતી. ફુલ મૅન્ટેનન્સ તથા મૅનેજમેન્ટની ખામીના લીધે ધરાશાયી થયો હોય જે બાબતની ફરિયાદ બી ડિવિઝન પીઆઇ દ્વારા નોંધાવવામાં આવી છે.
દરમિયાન મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટના અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે પુલનો કોન્ટ્રેક્ટ આપી દીધા બાદ પુલ તૈયાર થઈ જતાં નગરપાલિકાના વેરિફિકેશન વગર પુલ ચાલુ કરી દેવાયો હતો એટલે તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે.
તેમણે કહ્યું હતું કે ખાનગી કંપનીએ પુલનું રિનોવેશન કર્યા બાદ તંત્રના વેરિફિકેશન અને મજબૂતાઈના સર્ટિફિકેટ વગર જ પુલ ચાલુ કરી દીધો હતો. પુલ કેટલો મજૂબત છે? એની ગુણવત્તા ચકાસ્યા વગર તંત્રને જાણ કર્યા વગર પુલ ચાલુ કરી દેવાતાં આ ઘટના બની. ત્યાર બાદ હાલ તંત્ર દ્વારા પુલના રિનોવેશન, મજબૂતાઈ વિશેના તમામ રેકોર્ડ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પુલના કામમાં બેદરકારી બહાર આવશે તો તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બીજી નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક
ગાંધીનગર: મોરબી હોનારતમાં મૃત્યુ પામેલાં હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે બીજી નવેમ્બરે ગુજરાતમાં રાજ્ય-વ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે. વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દિવસે તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આ સાથે સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. કોઈપણ મનોરંજનના કાર્યક્રમો યોજાશે નહીં. ઉ

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -