અત્યારે આખો દેશ ઠંડીથી ધ્રુજી રહ્યો છે અને એવામાં ઉપર માળિયા પર રહેલાં સ્વેટર, મફલર, હાથમોજાં, કાનટોપી વગેરે ધીરેધીરે બહાર આવી ગયું છે. પણ હાલમાં સોશિયલ મીડિયા પર એક મંકીકેપની ચર્ચા ખૂબ જોરોશોરોથી થઈ રહી છે અને આનું કારણ છે તેની કિંમત. આ મંકીકેપના ભાવ સાંભળીને જ લોકોના પસીના છૂટી ગયા છે.
આ બધાની શરુઆત થઈ સ્વાતિ નામની એક છોકરીએ કરેલી ટ્વીટથી. તેણે પોતાની ટ્વીટમાં એક ફેમસ ઈટાલિયન બ્રાન્ડની ખાખી રંગની મંકીકેપ દેખાઈ રહી છે અને ડિસ્કાઉન્ટ બાદ આ કેપની કિંમત 40,000 રુપિયાથી ઘટાડીને 31,990 રુપિયા દેખાડવામાં આવી છે. આટલી મોંઘી મંકીકેપ ખરીદવા માટે બાયર્સને ઈએમઆઈનો ઓપ્શન પણ આપવામાં આવ્યું છે. જોકે, જોવાની વાત એ છે કે આટલી મોંઘી હોવા છતાં વેબસાઈટ પર આ મંકીકેપ સોલ્ડ દેખાઈ રહી છે.
As a Bengali, I am horrified and vindicated. pic.twitter.com/fu8Wn5ToPa
— Swati Moitra (@swatiatrest) January 17, 2023
એક યુઝરે સ્વાતીની ટ્વીટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ મંકીકેપથી ઠંડી ઉડે કે ના ઉડે પણ તેની કિંમત સાંભળીને ચોક્કસ જ પસીના છુટી ગયા છે. આ ઉપરાંત કેટલાક લોકો એવો સવાલ પણ કરી રહ્યા છે કે આખરે કોણ છે આ મહાનુભાવ કે જેણે મંકીકેપ ખરીદી છે? બીજા એક યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું છે કે મારા દાદાજી પાસે સેમ આવી જ મંકીકેપ હતી પણ ત્યારે એની કિંમત 20 રુપિયા હતી.
આ પોસ્ટને એક લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને અઢી લાખથી વધુ લોકોએ તેને લાઈક પણ કરી છે. જ્યારે સેંકડો લોકોએ તેના પર કમેન્ટ કરીને પ્રતિક્રિયા આપી ચૂક્યા છે.