ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેને પીએમ નરેન્દ્ર મોદીને કરેલું આલિંગન અને બાદમાં માંગેલા ઓટોગ્રાફ બાદ હવે પાપુઆ ન્યુ ગિનીમાં પીએમ મોદીનો મેજિક કામ કરી ગયો છે. સૌથી પહેલાં તો આ દેશે સૂર્યાસ્ત બાદ કોઈ પણ સ્વાગતની પરંપરાનો તોડી હતી.
જાપાનની જી-7માં હાજરી આપ્યા બાદ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનથી હિંદ પેસેફિક મહાસાગરમાં આવેલા નાનકડા દેશ પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા છે અને ત્યાંના વડા પ્રધાન જેમ્પ મારાપેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગમન બાદ એવું કંઈક કર્યું હતું કે જેની સોશિયલ મીડિયા પર ચોમેર થઈ રહી છે.
વાત જાણે એમ છે કે પીએમ મોદીના આગમન બાદ પીએમ જેમ્પ મારાપેએ આશીર્વાદ લીધા હતા. જેમ્પ મારાપેએ પીએમ નરેન્દ્ર મોદીના પગે પડીને તેમનું અભિવાદન કર્યું હતું. વડા પ્રધાનની આ વિઝીટ ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે પાપુઆ ન્યુ ગિનીએ પેસેફિક મહાસાગનમાં સ્થિત એક ટાપુ છે અને તેના સ્થાનને કારણે હિંદ પેસેફિક મહાસાગરની સુરક્ષાની દ્રષ્ટિએ આ વિઝિટ ખૂબ જ મહત્ત્વનું છે.
ત્રણે દેશની મુલાકાતના બીજા તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા હતા અને ત્યાં પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું અને પગે પડીને તેમના આશીર્વાદ લીધા હતા. સામે પક્ષે વડા પ્રધાન મોદીએ પણ આલિંગન આપીને શુભેચ્છાઓ સ્વીકારી હતી. અહીં તેઓ ફિપિક શિખર મંત્રણામાં ઉપસ્થિત રહેશે.