સરકારી અને મોટી ખાનગી હૉસ્પિટલોમાં તમામ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં ઑક્સિજન પ્લાન્ટ, બેડની સુવિધા તેમજ અન્ય સુવિધાઓ છે કે કેમ તે તપાસ કરવામાં આવી હતી. (પ્રવિણ સેદાણી)
ગુજરાતમાં કોરોનાની કોઇ ગંભીર પરિસ્થિતિ હજુ સુધી જોવા મળી નથી. પ્રતિદિન સરેરાશ પાંચથી સાત જેટલા કોરોના પોઝીટીવ કેસ નોંધાય છે પરંતુ ફરીથી દેશમાં કોરોના માથુ ઊંચકી શકે છે એવી સંભાવનાને પગલે ગુજરાતમાં તમામ સરકારી હૉસ્પિટલો, આરોગ્ય કેન્દ્રોમાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોરોના દરદીઓની સારવાર માટે બેડ, ઑક્સિજન પ્લાન્ટ અને એમ્બ્યુલન્સની સુવિધાઓની ચકાસણી માટે મોકડ્રીલ યોજવામાં આવી હતી.