Homeદેશ વિદેશતમને પણ મોબાઈલ સંબંધિત આ આદત છે? આજે જ છોડી દો નહીંતર...

તમને પણ મોબાઈલ સંબંધિત આ આદત છે? આજે જ છોડી દો નહીંતર…

મોબાઈલ ફોન એ દરેક વ્યક્તિના જીવનનો મહત્ત્વનો હિસ્સો છે. પહેલાં રોટી, કપડાં ઔર મકાન એ આપણા જીવનનો મહત્ત્વનો હિસ્સો હતો, પણ હવે આ ત્રણમાં એક ચોથી વસ્તુ પણ ઉમેરાઈ ગઈ છે અને આ ચોથી વસ્તુ એટલે મોબાઈલ ફોન… મોબાઈલ ફોન એ આપણા જીવનનો એક અભિન્ન અંગ બની ચૂક્યું છે અને આ મોબાઈલ સંબંધિત જ એક આદત છે જે આપણા માટે જોખમી સાબિત થઈ શકે છે એના વિશે આપણે વાત કરવાના છીએ.

રોજબરોજના અનેક નાના-મોટા કામ માટે પણ આપણે મોબાઈલ ફોન પર આધાર રાખતા થઈ ગયા છીએ. આ સ્માર્ટ ફોન જો થોડાક સમય માટે પણ ખોટકાઈ જાય તો આપણા બધા કામ રખડી પડે છે. બેંકિંગથી લઈને શોપિંગ સુધી બધું જ આજે સ્માર્ટફોન પર સરળતાથી થઈ જાય છે. કામ સિવાયની વાત કરીએ તો લોકો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર પસાર કરે છે. પણ આપણે અહીં ફોનના ઉપયોગ અને બંધાણ વિશે નહીં પણ બેટરી વિશે વાત કરવા જઈ રહ્યા છે.

તમે ફોનનો જેટલો વધુ ઉપયોગ કરો છો એટલી જ ઝડપથી તેની બેટરી પણ ઉતરી જાય છે. હવે ફોનની બેટરી ડાઉન થાય એટલે એને ચાર્જ તો કરવો જ પડે અને આ ફોન ચાર્જિંગમાં મૂકવાની હેબિટ જ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. અનેક લોકોને તો એવી આદત પડી ચૂકી હોય છે કે ફોન ફૂલ ચાર્જ થઈ જાય ત્યાર બાદ પણ તેને ચાર્જ પરથી હટાવતા નથી. પરંતુ શું તમને ખબર છે કે, આવું કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે.

સ્માર્ટ ફોનની બેટરીના 100 ટકા ચાર્જ કરવાથી તમારા ફોન પર ખરાબ અસર પડે છે. સ્માર્ટ ફોનની લાઈફ વધારવા માટે જરૂરી છે કે તમે તેને યોગ્ય રીતે ચાર્જ કરવામાં આવે. જો તમે પણ તમારા ફોનને 100 ટકા ચાર્જ કરો છો તો તેના ખરાબ થવાના ચાન્સિસ વધી જાય છે, વગેરે વગેરે જેવી અનેક વાતો તમે સાંભળી હશે. તો ચાલો આજે તેની પાછળનું સાયન્સ પણ જાણી લઈએ.

ફોનની બેટરી લીથિયમ આયનની બનેલી હોય છે. લિથિયમ આયનની બેટરી એ સમયે જ બેસ્ટ પર્ફોર્મન્સ આપે છે જ્યારે તે 30 થી 50 ટકા ચાર્જ્ડ હોય છે. એવામાં વારંવાર તો તમે 100 ટકા બેટરી ચાર્જ કરો છો તો તમારા ફોનને નુકસાન થઈ શકે છે.

સાયન્ટિફિક વાત કરીએ તો એક લીથિયમ આયનની બેટરીની એવરેજ લાઈફ 2થી 3 વર્ષની જ હોય છે. તમે તમારા ફોનની બેટરીને 300થી 500 વખત ચાર્જ કરી શકો છો. જેનો અર્થ એવો છે કે કોઈ પણ સ્માર્ટફોનને 0થી 100 ટકા સુધી માત્ર 300થી 500 વાર જ ચાર્જ કરી શકાય છે. જો તમે આ મર્યાદા વટાવ્યા બાદ પણ બેટરીને ફૂલ ચાર્જ કરો છો તો તમારો સ્માર્ટફોન ખૂબ જ જલદી ખરાબ થઈ શકે છે.

ફોન ચાર્જમાં મૂકતી વખતે શું યાદ રાખશો-
⦁ આપણામાંથી ઘણા લોકો સ્માર્ટ ફોનને ચાર્જ કરવામાં અનેક ભૂલો કરે છે અને એમાંથી સૌથી મહત્ત્વની વાત એટલે કે ફોનને ક્યારેય ઓવરનાઈટ ચાર્જમાં ના મૂકવો જોઈએ.
⦁ ફોન ફૂલ ચાર્જ થયા બાદ પણ ચાર્જિંગમાં લગાવી રાખવામાં આવે તો સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થવાની શક્યતાઓ વધી જાય છે, એટલે ફોન ચાર્જ થાય કે તરત જ તેને ચાર્જમાંથી કાઢી નાખો.
⦁ ક્યારેય સ્માર્ટફોનને લોકલ કે બીજા કોઈ પણ ચાર્જરથી ચાર્જ ન કરવો જોઈએ. મોબાઈલને હંમેશા ઓરિજિનલ ચાર્જરથી જ ચાર્જ કરવો જોઈએ. આ સાથે જ એક સ્માર્ટ ફોનને ક્યારેય અન્ય સ્માર્ટફોનના ચાર્જરથી ચાર્જ ન કરવો જોઈએ.
⦁ સ્માર્ટ ફોનની બેટરી લાઈફ વધારવા માટે એ ધ્યાન રાખવું જરૂરી છે કે, ક્યારેય તેને સાવ ડાઉન ન થવા દો. 20 ટકાથી નીચે બેટરી ન જવા દેવી જોઈએ. બેટરી વધુ લો થાય તો સ્માર્ટ ફોન પર પ્રેશર આવે છે અને એની લાઈફ ઓછી થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -