Homeસ્પેશિયલ ફિચર્સફોનનો ફ્રન્ટ કેમેરો છે ખરાબ? આ રીતે બનાવો સેલ્ફીને સુંદર

ફોનનો ફ્રન્ટ કેમેરો છે ખરાબ? આ રીતે બનાવો સેલ્ફીને સુંદર

આજકાલ સેલ્ફીનો જમાનો છે અને દર બીજી-ત્રીજી વ્યક્તિ સેલ્ફી પાડતી હોય છે. પણ ઘણી વખત આ સેલ્ફી પાડવામાં થાયછે એવું કે ફોનો ફ્રન્ટ કેમેરો સારો નથી હોતો, જેને કારણે સેલ્ફી સારી નથી આવતી. જો તમને પણ આ સમસ્યા સતાવે છે તો આજે અમે અહીં તમારા માટે લઈને આવ્યા છીએ કેટલીક એવી સિમ્પલ ટિપ્સ કે જે તમારા ફોટોને સુંદર બનાવવામાં મદદરુપ થશે. આ માટે તમારે ખાલી કરવાનું એટલું જ છે કે તમારે તમારા મોબાઈલમાં આ સિમ્પલ ફેસ એપ્સ ઈન્સ્ટોલ કરવી પડશે…
BeautyPlus Cam
આ એપ્લિકેશન આઈઓએસ અને એન્ડ્રોઈડ બંને યુઝર્સ માટે પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે. આ એપ તમને બિલ્ટ-ઇન કેમેરાથી તરત જ સેલ્ફી ક્લિક કરવા અને ફોટોને ટચઅપ કરવાની ફેસિલિટી આપે છે. એટલું જ નહીં પણ આ એપની મદદથી તમે તમારી સ્કિનને સ્મૂથ કરી શકો છો. દાંતને સફેદ કરી શકો છો, અને એપમાં મોડિફિકેશનની સિસ્ટમ એટલી બધી એડવાન્સ છે કે તમે તમારી આંખનો રંગ પણ બદલી શકો છો.
DeepSelfie
ડીપસેલ્ફી એપ્લિકેશનમાં તમને ઢગલો ઈફેક્ટ્સના ઓપ્શન મળે છે અને આ ઈફેક્ટ્સની મદદથી તમે તમારી સેલ્ફીને ઈન્ટરેસ્ટિંગ બનાવી શકો છો. આ એપના ફિચરમાં 3ડી ફેસ ફિલ્ટર, ફેસ સ્વેપ, મેકઅપ ટૂલ્સ અને ફોટો એડિટર ફિલ્ટર સામેલ છે. આ ઉપરાંત એપ ટૉપી, ચશ્મા, દાઢી, કપડાં, ચંપલ અને ઘડિયાળ સહિત અનેક વર્ય્યૂઅલ એસેસરીઝના ઓપ્શન ઉપલબ્ધ કરાવે છે, જેનાથી તમે તમારા ફોટોને વધુ ફોટોજેનિક બનાવી શકો છો.
B612
આ એપ ખુદ જ “ઓલ ઇન વન કેમેરા અને ફોટો- વીડિયો એડિટિંગ એપ તરીકે એડવર્ટાઇઝિંગ કરે છે, આ પણ એક બિલ્ટ ઇન કેમેરા છે, જે રિયલ ટાઇમ ફિલ્ટર તમારી તસવીરો પર લગાવે છે. આના રીયલ ફિલ્ટરના કારણે તમને બાદમાં પોતાની તસવીરોને એડિટ નથી કરવી પડતી. આ એપને સૌથી મોટી હાઇલાઇટ્સમાંથી એક સ્માર્ટ બ્યૂટી ફિચર છે. આ તમારી સેલ્ફીમાં સુધારો રેકમેન્ડ કરે છે.
YouCam Perfect
આ એપ એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને યુઝર્સ માટે અવેલેબલ છે, જેમાં વન ટેપ સેલ્ફી બ્યૂટિફિકેશન ફિચર ઉપલબ્ધ છે. આ એપના સૌથી બેસ્ટ અને સ્પેશિયલ ફિચર વિશે વાક કરીએ તો તેમાં મેજિક બ્રશ આપવામાં આવ્યો છે. આ મેજિક બ્રેશથી તમે જ્યાં પણ ટચ કરશો, એ ચહેરાની બ્યૂટી વધી જાય છે. આ ઉપરાંત તમે આ એપથી સેલ્ફીમાં ફ્રેમ એડ કરીને તમારા ફોટોને વધુ મજેદાર અને સુંદર બનાવી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -