Homeઆપણું ગુજરાતકેરી માત્ર ભારતમાં જ ફળોનો રાજા નથી અમેરિકનો પણ છે મેંગો લવર્સ

કેરી માત્ર ભારતમાં જ ફળોનો રાજા નથી અમેરિકનો પણ છે મેંગો લવર્સ

ઉનાળામાં કેરી પ્રત્યેનો પ્રેમ માત્ર ગુજરાતીઓ અને ભારતીયો પૂરતો જ સીમિત નથી પણ અમેરિકનોનો પણ છે કેરીના એટલા જ દિવાના છે. ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (GAICL)ના અંદાજો સૂચવે છે કે યુ.એસ.ની વધતી માંગ સાથે, ગુજરાતમાંથી કેરીની નિકાસ દર વર્ષનો રેકોર્ડ બ્રેક કરશે. લગભગ આ વખતે નિકાસની ટકાવારી 45 ટકા સુધી જાય તેવો અંદાજો બાંધવામાં આવ્યો છે.
મીઠી અને રસદાર ગુજરાતની કેરીઓનું અમેરિકામાં મોટું માર્કેટ છે અને લોકો વધાર પસંદ કરે છે.
GAICL મુજબ ગુજરાતે 2022-23માં યુનાઇટેડ કિંગડમ અને મધ્ય પૂર્વમાં 445 મેટ્રિક ટન (MT) કેરીની સીધી નિકાસ નોંધાવી હતી, જો કે, યુ.એસ.માંથી મોટી માત્રામાં ઓર્ડર સાથે આવી રહેલી વધારાની માંગને કારણે ગુજરાતના કેરીના ખેડૂતોએ 65 મેટ્રિક ટન એકલા યુએસએમાં નિકાસ કરી છે. GAICLના જણાવ્યા અનુસાર, ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 114 એમટીની કુલ કેરીની નિકાસ થઈ છે જેમાંથી 55 ટકા અમેરિકામાં થઈ છે. હજુ સિઝન આગળ વધવાની સાથે નિકાસમાં વધારો થવાની પૂરી શક્યતા છે.
યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર-એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ ઈન્સ્પેક્શન સર્વિસ (USDA-APHIS) એ જુલાઈ 2022 માં ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી (GARPF) ને મંજૂરી આપી છે. આનાથી ગુજરાતના કેરીના ખેડૂતો અને નિકાસકારોને યુએસ તરફથી વધારે માગ આવી રહી છે.
ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી (GARPF) હકીકતમાં, રાજ્યના ગીર અને કચ્છ પ્રદેશોમાંથી કેસરની માગમાં વધારો કરી રહી હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. આ વર્ષે નિકાસ ગયા વર્ષ કરતાં વધુ સારી છે કારણ કે પાક સારો છે અને કિંમતો લગભગ ગયા વર્ષની જેમ જ છે. યુકે, મધ્ય પૂર્વ અને કેનેડામાંથી પણ સારી માંગ છે. આ દેશોમાં રિટેલ આઉટલેટ્સ આ વર્ષે સારા ઓર્ડર આપી રહ્યા છે.
નિકાસકારોના મતે ગુજરાતમાં આ વર્ષે સીધી નિકાસનો રેકોર્ડ થવાની ધારણા છે. હવાઈ નૂરના દરો પણ એક વર્ષમાં રૂ. 240 પ્રતિ કિલોથી ઘટીને રૂ. 140 પ્રતિ કિલો પર આવી ગયા છે. જો સરકાર 18% GST દર ઘટાડીને નિકાસકારોને ટેકો આપે તો કેરીની નિકાસ પર, આંતરરાષ્ટ્રીય બજારમાં એકંદર માંગ વધુ વધી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -