મુંબઈઃ મુંબઈના પશ્ચિમી ઉપનગરોને જોડતી નવી મેટ્રો-7 અને 2Aને પ્રવાસીઓનો સારો એવ પ્રતિસાદ મળી રહ્યો છે અને આ રૂટ પર મુસાફરોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. MMRDAએ લાસ્ટ માઇલ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપતા હવે 7 મેટ્રો સ્ટેશનોને FOB સાથે જોડવાની યોજના હેઠળ મેટ્રો-7 પર કામ હાથ ધરવામાં આવ્યું છે. મલ્ટિમોડલ ઇન્ટિગ્રેશન હેઠળ, નવા ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેથી મેટ્રોના પ્રવાસીઓ સરળતાથી વેસ્ટર્ન એક્સપ્રેસ વે પાર કરી શકે.
પ્રવાસીઓ તેમ જ સ્થાનિક નાગરિકોની સુવિધાને ધ્યાનમાં લઈને દિંડોશી અને નેશનલ પાર્ક મેટ્રો સ્ટેશનો સાથે જોડાયેલા બે એફઓબીનું ઉદ્ઘાટન કમિશનર એસ. શ્રીનિવાસા દ્વારા કરવામાં આવ્યું હતું. દિંડોશી મેટ્રો સ્ટેશનને જોડતો 112 મીટર લાંબો અને 4 મીટર પહોળો પેડેસ્ટેરીયન બ્રિજ અને નેશનલ પાર્ક મેટ્રો સ્ટેશનને જોડતો 83 મીટર લાંબો અને 4 મીટર પહોળો FOB ખુલ્લો મૂકાવવાને કારણે બંને સ્ટેશન પરથી ઈસ્ટ-વેસ્ટમાં જવા માટે કનેક્ટિવિટી સરળ બની છે. આ પુલથી નેશનલ પાર્ક વિસ્તાર, અશોકા ફોરેસ્ટ, કાજુ પાડા, એનજી પાર્ક કોમ્પ્લેક્સ, બોરીવલી ઈસ્ટ અને કુલપવાડીના રહેવાસીઓને ફાયદો થશે, જ્યારે કોકનાપારા, મલાડ પૂર્વ, ગોકુલધામ, ફિલ્મસિટી અને પઠાણવાડી વિસ્તારના મુસાફરોને દિંડોશી FOBથી ફાયદો થશે.
મુસાફરોને મેટ્રો સ્ટેશનો સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે MMRDAએ લાસ્ટ માઇલ કનેક્ટિવિટી પર કામ શરૂ કરવામાં આવ્યું છે. MMRDA કમિશનર શ્રીનિવાસના જણાવ્યા અનુસાર, મલ્ટી-મોડલ એકીકરણ યોજનાનો ઉદ્દેશ્ય મુખ્યત્વે મેટ્રો સ્ટેશનોથી તેમના ગંતવ્ય સ્થાનો સુધી સુરક્ષિત રીતે પહોંચવા માટે જરૂરી પરિવહન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ અંતર્ગત એફઓબી, રિક્ષા, બસ સ્ટેન્ડ, મેટ્રો ફીડર, પબ્લિક સાઈકલ શેરિંગ, કેરેજ-વે, ફૂટપાથ વગેરે જેવી સુવિધાઓ ઈ-વાહનો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
નવી કનેક્ટિવિટી પ્લાન અનુસાર મેટ્રો સ્ટેશનની સાથે ઘણી મોટી ઓફિસો અને કોમર્શિયલ સંસ્થાઓને પણ કનેક્ટ કરવાનો ફ્ આવી રહી છે. લોકો રસ્તા ઓળંગ્યા વિના મોલ, ઓફિસ અથવા તેમના કામના સ્થળે પહોંચી શકશે. જેના કારણે આ રોડ પર રાહદારીઓ અને વાહનોની ભીડ ઓછી થવાની સાથે અકસ્માતના પ્રમાણમાં પણ ઘટાડો જોવા મળશે.
હાલમાં MMRDA મેટ્રો રૂટ-7 પર ગુંદવલી, ગોરેગાંવ, આરે, દિંડોશી, પોઈસર, નેશનલ પાર્ક, ઓવરી પાડા સ્ટેશનો પર કુલ સાત ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ કરી રહ્યું છે. આ પૈકી ગુંદવલી સ્ટેશનને જોડતો બ્રિજ જે મેટ્રો રૂટ-7 ને મેટ્રો રૂટ-1 સાથે જોડે છે તેની શરૂઆત થઈ ચૂકી છે.