સ્કૂલમાં અમુક શિક્ષકો વિદ્યાથીઓ સાથે અભદ્ર વ્યવહાર કરતા હોય છે અને શિક્ષણજગતને શરમાવે તેવી હકીકતો પણ સામે આવતી હોય છે, પણ ઘણીવાર વાત કંઈ હોય ને સમજાય કંઈ તેમ પણ થાય. આવી જ ઘટના રાજકોટની એક ઈન્ટરનેશનલ સ્કૂલમાં બની હતી. અહીંની આઠમા ધોરણી એક વિદ્યાર્થીનએ ઘરે જઈને વાલીઓને ફરિયાદ કરી હતી કે તેના ગણિતના શિક્ષકે તેને ક્લાસમાં સૌની હાજરીમાં આઈ લવ યુ બોલવા કહ્યું હતું. ધૂઆપૂઆં થયેલા વાલીઓ અન્ય વાલીઓ સાથે સ્કૂલમાં આવ્યા અને પ્રિન્સપાલને ફરિયાદ કરી. શિક્ષકને બોલાવ્યા ત્યારે તેમણે કહ્યું કે હું ગણિતની ફોર્મ્યુલા શિખવાડતો હતો.
આ છોકરીને ન આવડી ત્યારે તેનો ડર અને અણગમો દૂર કરવા મેં તને આઈ લવ ધીસ ફોર્મ્યુલા એમ બોલવા કહ્યું હતું. સ્કૂલ સંચાલકોના કહેવા અનુસાર તેમણે ક્લાસમાં હાજર અન્ય વિદ્યાર્થિનીઓ સાથે આ વાત ચેક કરી હતી. આ સાથે તેમની પાસે સીસીટીવી ફૂટેજ પણ છે, જે તેઓ જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં જમા કરશે. હવે આ અંગેનો નિર્ણય જિલ્લાધિકારી કરશે, પરંતુ ક્યારેક સમજણફેર પણ આફતો નોતરતું હોય છે.