નવી દિલ્હીઃ પાકિસ્તાન એરલાઈન્સનું એક વિમાન અચાનક ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘૂસી જતાં ભારતમાં હંગામો મચી ગયો હતો. આ પાકિસ્તાની વિમાન લગભગ દસ મિનિટ સુધી ભારતીય હવાઈ ક્ષેત્રમાં રહ્યું હતું. વિમાન ભારતમાં પ્રવેશતાની સાથે જ સેનાને એલર્ટ કરી દેવામાં આવી હતી. જોકે, કોઈ પણ પ્રકારનો અણબનાવ બન્યો નથી, પરંતુ આ બનાવ પછી આ વિમાન પંજાબ (ભારત)માં 120 કિલોમીટર ઉડાન ભરીને પાકિસ્તાનની સીમામાં પાછું ફર્યું હતું.
મળતા અહેવાલ પ્રમાણે પાકિસ્તાનના લાહોર એરપોર્ટ પર ભારે વરસાદને કારણે એરક્રાફ્ટ લેન્ડ થઈ શક્યું ન હતું ત્યાર બાદ પાકિસ્તાની એરક્રાફ્ટ ભૂલથી ભારતની હવાઈ ક્ષેત્રમાં ઘૂસી ગયું હતું. આ ઘટના અંગે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે જ્યારે પાકિસ્તાનની સરકારી એરલાઇનનું PK-248 વિમાન ચોથી મેના રોજ રાત્રે 8 વાગ્યે લેન્ડિંગ માટે લાહોર એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે ત્યાં ભયંકર વરસાદ પડી રહ્યો હતો. આ પછી પાયલોટે તેને બીજે ક્યાંક ઉતારવાનું નક્કી કર્યું.
પાઈલટે એરક્રાફટને અલ્લામા ઈકબાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે અહીં સફળ થયો નહોતો. આ પછી પાઈલટને ભારતની સરહદી વિસ્તારમાં પ્રવેશવાની ફરજ પડી હતી.
કે, એટીસીની સૂચના પર પાઇલટે ગો-અરાઉન્ડ અભિગમ શરૂ કર્યો, પરંતુ ભારે વરસાદ અને ઓછી ઉંચાઇ વચ્ચે વિમાન પોતાનો રસ્તો ગુમાવી દીધું. પરિણામે, વિમાન રાત્રે 8.11 વાગ્યે પંજાબના બધના પોલીસ સ્ટેશન નજીક ભારતીય સરહદમાં પ્રવેશ્યું હતું. અહીં એ જણાવવાનું કે બધના અમૃતસરથી 37 કિલોમીટરના અંતરે આવેલું છે. રિપોર્ટ અનુસાર પાઇલટસ પ્લેનને ભારતીય હવાઈ ક્ષેત્રમાં 20,000 ફૂટની ઉંચાઈ સુધી લઈ ગયા હતા.
ભારતના સરહદી વિસ્તારમાં લગભગ 10 મિનિટ સુધી ઉડાન ભર્યા બાદ પાકિસ્તાની વિમાન 8.22 મિનિટે તેના સરહદી વિસ્તારમાં પરત ફર્યું હતું. તે સમયે વિમાન 23,000 ફૂટની ઉંચાઈ પર હતું અને કલાકના 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડ્યું હતું.