અવકાશયાનમાં બે શુદ્ધીકરણ પ્લાન્ટ, ચાર વીજ ઉત્પાદન પ્લાન્ટ અને પોર્ટેબલ ઘર બનાવવાનો સામાન લઈ જવાનો રહેશે. તેની સાથે અનુપમની આખી મશીનરી અને એક સ્પેર પ્લાન્ટ લઈ જવાનો રહેશે. આટલી વસ્તુને આપણા અવકાશયાનમાં લઈ જવાશે? અનુપ રોયે પૂછ્યું
વિપુલ વૈદ્ય
સેન્ટ્રલ વિસ્ટામાં અત્યારે મિશન મૂન પ્રોજેક્ટના કાઉન્ટડાઉનની શરૂઆતને પગલે ઘટનાક્રમ ઝડપથી ઘટી રહ્યો હતો. રંજન કુમાર અને અનુપ રોયે અત્યારે બધા જ વિજ્ઞાનીઓની બેઠક બોલાવી હતી અને તેમાં બધાને સવાલ કર્યો?
‘તમે મિશન મૂન માટે કેવી રીતે અને કેટલું યોગદાન આપવાના છો?,’ અનુપ રોયે સવાલ કર્યો.
સર, મારો યુરેનિયમનો શુદ્ધીકરણ અને સંવર્ધનનો પ્લાન્ટ તૈયાર છે અને તેને સંચાલિત કરવા માટે મારી ટીમ તૈયાર છે, અમોલ પાઠકે પોતાના કામની માહિતી આપી.
સર, મારો યુરેનિયમમાંથી વીજળી તૈયાર કરવાનો પ્લાન્ટ પણ તૈયાર છે અને તેને સંચાલિત કરવા માટે મારી પણ ટીમ તૈયાર છે, શ્રુતિ મહેતાએ પોતાના કામની માહિતી આપી.
એમજેપી અકબરે કહ્યું કે, ‘અવકાશયાન અમારી જવાબદારી છે અને તેને માટે અમે પૂરી તૈયારી કરી લીધી છે.’
‘અવકાશયાનને સંચાલિત કરવા માટેની ટીમમાં કામ કરવા માટે હું તૈયાર છું,’ જયંત સિન્હાએ કહ્યું અને ઉમેર્યું કે ‘મારી ડિઝાઈન ફાઈનલ થઈ કે નહીં તેની મને જાણકારી નથી મળી એટલે હું અત્યારે બીજું કશું કહી શકતો નથી.’
વિક્રમ અને વિશાલ માથુરની જવાબદારી અવકાશયાનના ઈંધણ સાથે સંકળાયેલા છે અને તેમની જવાબદારી તેઓ નિભાવશે, રંજન કુમારે પોતાની ટીમના સભ્યો અંગે માહિતી આપવાનું ચાલુ કરતાં કહ્યું.
વિશાલ બેઠકમાં હાજર હોવા છતાં તેમના વતી રંજન કુમાર બોલી રહ્યા હતા એટલે તરત જ અનુપ રોયે વિશાલ સામે જોયું. વિશાલે આંખોથી પોતાની મૂક સંમતિ આપી.
લૈલા અને મીનાની જવાબદારી વીજળી ઉત્પાદનની સાથે છે અને સાથે જ મીનાએ અવકાશયાનમાં જનારા વિજ્ઞાનીઓ માટેની ખાદ્ય અને ઓક્સિજનની સુવિધાનું ધ્યાન રાખવાનું છે, રંજન કુમારે કહ્યું.
રંજન કુમારે મીનાની જવાબદારી વિશે માહિતી આપી એટલે અનુપ રોયે તરત જ મીનાની સામે જોયું. મીના આ જવાબદારી ઉઠાવવા સહમત છે કે નહીં, તે જાણવાનો તેમનો પ્રયાસ હતો. મીનાએ તરત જ હકારાત્મક માથું ધુણાવીને પોતાની સંમતિ દાખવી.
ઠીક છે, હવે આપણે અવકાશયાન વિશેની જાણકારી મેળવી લઈએ.
જયંત સિન્હા દ્વારા તૈયાર કરવામાં આવેલું આગળથી વિમાનના આકારનું અને પશ્ર્ચાદ ભાગે રોકેટના પ્રકારનું આપણું અવકાશયાન છે.
આ અવકાશયાનમાં આપણા શુદ્ધીકરણ પ્લાન્ટ, વીજ ઉત્પાદન પ્લાન્ટ અને પોર્ટેબલ ઘર બનાવવાનો સામાન લઈ જવાનો રહેશે. મારા મતે બે શુદ્ધીકરણ પ્લાન્ટ અને ચાર વીજ ઉત્પાદન પ્લાન્ટ લઈ જવાની આવશ્યકતા છે. તેની સાથે અનુપમની આખી મશીનરી અને એક સ્પેર પ્લાન્ટ લઈ જવાનો રહેશે. આટલી વસ્તુને આપણા અવકાશયાનમાં લઈ જવાશે? અનુપ રોયે પૂછ્યું.
પોતાની ડિઝાઈન ફાઈનલ થઈ છે એમ જાણીને અત્યંત ઉત્સાહમાં આવી ગયેલા જયંત સિન્હાએ કહ્યું કે ‘સર, મારી ડિઝાઈનમાં સ્ટોરેજની વ્યવસ્થા ખાસ્સી મોટી કરવામાં આવી છે અને તેમાં પેટના ભાગમાં બે ડેક બનાવવામાં આવ્યા છે. તેમાં તમારાં બધાં જ મશીનોને વ્યવસ્થિત રીતે રાખવાની જવાબદારી મારી છે.’
ઓકે, હવે આ મિશન માટે અહીંથી કેટલાક વિજ્ઞાનીઓને મોકલવાના રહેશે.
મારા મતે આ મિશન પર અનુપમ, વિક્રમ, મીના, શ્રુતિ, અમોલ અને તેમની સાથે બીજા ૨૦ વિજ્ઞાનીઓ ચંદ્ર પર જશે.
એમજેપી અકબર અને જયંત સિન્હા અહીંથી અવકાશયાનને સંભાળશે.
વિશાલ માથુર અહીંથી અવકાશયાનની ઈંધણને લગતી બધી બાબતો પર ધ્યાન રાખશે.
લૈલા અહીં જ રહીને શ્રુંગમણિ હિલ પર રાખવામાં આવેલા આપણા પ્લાન્ટનું ધ્યાન રાખશે અને તેવી જ રીતે અવકાશયાનમાં આવશ્યક બધી બાબતોએ માર્ગદર્શન આપશે.
અમે બંને ક્ધટ્રોલરૂમમાં હોઈશું.
આપણે બધાએ હમણાં અડધા કલાક પછી રવાના થવાનું છે અને આજથી ૧૪ દિવસ સુધી કોઈની પાસે ફોન કે સંપર્કનું બીજું કોઈ સાધન રહેશે નહીં. પોતાના ઘરે જાણ કરવી હોય તો કરી નાખજો.
***
સર, જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી અબ્દુલ કલામ ટાપુ પરથી અવકાશયાનને લૉન્ચ કરવામાં આવે ત્યાં સુધી આદેશ અને રાજેશને વિજ્ઞાનીઓની ટીમ સાથે મોકલવા આવશ્યક છે, રાજીવ ડોવાલ અત્યારે વડા પ્રધાન ઈન્દ્રવદન નરોત્તમ મહેતાને કહી રહ્યા હતા.
જે રીતે અત્યાર સુધી આપણા મિશન મૂન પ્રોજેક્ટને હૅક કરવાની કોશિશ કરવામાં આવી છે તેને જોતાં તારી વાત મને યોગ્ય લાગે છે, વડા પ્રધાને લીલી ઝંડી આપી.
***
‘આજથી કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે અને હવે બધી તૈયારીઓની ચકાસણી આજથી ચાલુ કરી દેવાની છે,’ નાસાના વિજ્ઞાની જોન સ્વીપરે પોતાના મદદનીશ બેઈલીને કહ્યું.
‘કમ્પ્યુટરમાં મેં તને ચેક-લિસ્ટ મોકલી આપ્યું છે તેને ભરી નાખ અને જ્યાં ન સમજાતું હોય ત્યાં મને પૂછી લેજે,’ જોન સ્વીપરે કહ્યું.
***
પ્રેસિડેન્ટ સર, લોકહીડ માર્ટીનના મિ. માર્ટીને હજી સુધી પોતાની ટીમ મોકલાવી નથી. તેમની ટીમ આવશે તો તેમને અવકાશયાત્રા દરમિયાન તકલીફ ન પડે તે માટેની તાલીમ આપવાની જરૂર પડશે, જોન સ્વીપરે પ્રેસિડેન્ટ જોન લાઈગરને કહ્યું.
સામે જ બેઠેલી ઉપ-રાષ્ટ્રપતિ મોનિકા હેરિસે તરત જ મિ. માર્ટીનને ફોન લગાવ્યો અને તેમને પૂછ્યું કે ‘તમારી વિજ્ઞાનીઓની ટીમ હજી તૈયાર નથી? તમારી ટીમ આવશે પછી તેમની તાલીમ પૂરી થશે ત્યારે અવકાશયાનમાં તેમને જવા મળશે.’
‘આપણા મિશન મૂનનું કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે.’
‘તમારી પાસેથી અન્ય પણ કેટલીક અપેક્ષાઓ હતી. રાષ્ટ્રપતિ સર તમને યાદ કરી રહ્યા છે,’ આટલું બોલીને મિ. માર્ટીનનો જવાબ સાંભળવાની રાહ જોયા વગર મોનિકાએ ફોન કાપી નાખ્યો.
***
મોનિકાનો ફોન આવ્યા પછી ટેન્શનમાં આવી ગયેલા મિ. માર્ટીને તરત જ ફોનાફોની ચાલુ કરી દીધી અને બાકીની ત્રણેય સહયોગી કંપનીઓના પ્રતિનિધિઓની સાથે તેઓ દોડીને વ્હાઈટ હાઉસમાં પહોંચી ગયા.
‘પ્રેસિડેન્ટ સર, તમે અમને યાદ કર્યા?’ મિ. માર્ટીને અત્યંત સલૂકાઈથી સવાલ કર્યો.
‘આપણાં મિશન મૂન પ્રોજેક્ટનું કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે. ૨૧મા દિવસે આપણું અવકાશયાન જવા માટે રવાના થયું છે, પરંતુ હજી સુધી તમે તમારી પાસેથી અપેક્ષિત બાબતોની પૂર્તતા કરી નથી,’ રાષ્ટ્ર પ્રમુખ જોન લાઈગરે અત્યંત ઠંડા સ્વરે કહ્યું.
‘સર, ચિલ રેટ પાસેથી આવનારા પ્લાન્ટ નાસાને પહોંચાડી દેવામાં આવ્યા છે. અમારી પાસેથી અપેક્ષિત બધી સામગ્રી પણ પહોંચી ગઈ છે. આર્થિક બાબતોનું નિરાકરણ બાકી છે, પરંતુ તે ૨૪ કલાકમાં થઈ જશે,’ કાંપતા સ્વરે મિ. માર્ટીને જવાબ આપ્યો.
‘અચ્છા, તમને કેમિકલ ફ્યૂઅલ અંગેની જવાબદારી સોંપી હતી તે પૂરી થઈ ગઈ છે?’
‘શું આપણી પાસે જવા માટે અને ત્યાંથી પાછા ફરવા માટે પૂરતું કેમિકલ ફ્યૂઅલ છે?,’ જોન લાઈગરે પૂછ્યું.
(ક્રમશ:)ઉન્ટ્રલ વિસ્ટામાં અત્યારે મિશન મૂન પ્રોજેક્ટના કાઉન્ટડાઉનની શરૂઆતને પગલે ઘટનાક્રમ ઝડપથી ઘટી રહ્યો હતો. રંજન કુમાર અને અનુપ રોયે અત્યારે બધા જ વિજ્ઞાનીઓની બેઠક બોલાવી હતી અને તેમાં બધાને સવાલ કર્યો?

(ક્રમશ:)
———–
હવે શું?
‘કેમિકલ ફ્યૂઅલની સમસ્યાના નિરાકરણ માટે અમે સંયુક્ત રીતે પ્રયાસો કર્યા હતા અને એક મોટું ક્ધટેનર મગાવ્યું છે, પરંતુ તે મધદરિયે છે. આવતી કાલ સુધીમાં તે પહોંચવાની આશા છે અને પછી તરત જ અમે આર્થિક જરૂરિયાતો પણ પૂર્ણ કરી નાખીશું. મિશન મૂન આડે કોઈ અવરોધ આવવા દઈશું નહીં,’ મિ. માર્ટીને ચારેય કંપનીઓ વતી રાષ્ટ્રપ્રમુખ જોન લાઈગરને ખાતરી આપી