Homeલાડકીમિશન મૂન પ્રકરણ ૪

મિશન મૂન પ્રકરણ ૪

મારી અત્યાર સુધીની કારકિર્દીની આ અત્યંત મહત્ત્વની પળો છે. મારું વચન છે કે આપણે અમેરિકા કરતાં પહેલાં ચંદ્ર પર પહોંચી જઈશું. તમારી ગમે તેટલી વ્યક્તિને ચંદ્ર પર સફળતાથી પહોંચાડવાની અને ત્યાંથી પાછી પૃથ્વી પર લાવવાની જવાબદારી મારી છે અને અમે તેને યોગ્ય રીતે પાર પાડીશું

લેખક – વિપુલ વૈદ્ય

પેન્ટાગોનમાં શ નિર્માતા કંપની સાથે જોન લાઈગરની થયેલી મુલાકાતની વાત રશિયા સુધી પણ પહોંચી ગઈ હતી અને આ બેઠકમાં શું ચર્ચા થઈ તેની વિગતો જાણવામાં બાઈનને રસ હતો. તેમને મેજર જનરલ વેલેરીએ આપેલી પ્રારંભિક માહિતીને આધારે અત્યારે તેમણે અવકાશ વિજ્ઞાન સાથે સંકળાયેલા તેમ જ અણુવિજ્ઞાન અને શ નિર્માણ સાથે સંકળાયેલા બધા જ લોકોને મોસ્કોમાં ડુમા હેડક્વાર્ટર્સમાં બોલાવ્યા હતા. મધ્યવર્તી વિશાળ હોલમાં વિશાળ ગોળ ટેબલની આસપાસ ૮૦ લોકો બેઠા હતા અને તેમાં મોટા ભાગના ડેપ્યુટી (રશિયાની સરકારના પ્રધાનોને ડેપ્યુટી કહેવામાં આવે છે) હાજર હતા.
વોલેરન બાઈને સીધો જ મેજર જનરલ વેલેરીને સવાલ કર્યો. તમારી પાસે અમેરિકાના પેન્ટાગોનમાં થયેલી ગુપ્ત બેઠક અંગે શું માહિતી છે?
કોમરેડ, અમેરિકા માટે અણુશોનું નિર્માણ કરનારી ચારેય કંપનીઓના વિજ્ઞાનીઓ સાથે અમેરિકાના પ્રમુખે કેટલાક ટોચના લશ્કરી અધિકારીઓ સાથે પ્રદીર્ઘ ચર્ચા કરી હતી. આ બેઠકમાં નાસાના વિજ્ઞાની જોનને બોલાવવામાં આવ્યો હતો અને અધવચ્ચે બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. મેજર જનરલ વેલેરી આખા સભાગૃહને માહિતી આપી રહ્યા હતા.
કોમરેડ્સ, જ્યાં સુધી અમારી માહિતી છે ત્યાં સુધી પેન્ટાગોનમાં થયેલી આ ગુપ્ત બેઠક નવાં અણુશોના નિર્માણ સાથે સંકળાયેલી હતી. આ બેઠકમાં ચારેય કંપનીને અનુકૂળ વાતાવરણ તૈયાર કરી આપવાની ખાતરી અપાઈ હોવાનું જાણવા મળ્યું છે.
આખી દુનિયામાં અણુશોના નિર્માણ માટે પૂરતું યુરેનિયમ જ નથી, તો પછી નવાં શોનું નિર્માણ કેવી રીતે થઈ શકે? અણુવિજ્ઞાની યેવગેની એડામોવે તરત જ વચ્ચે સવાલ કર્યો.
તેમના સવાલનો મેજર જનરલ વેલેરી કશો જવાબ આપે તે પહેલાં જ અવકાશ વિજ્ઞાની એલેકઝાંડર રૂમાન્ટેસેવ બોલ્યા કે ભારતે ચંદ્રની માટીના કેટલાક સેમ્પલ અમેરિકાની પ્રયોગશાળામાં તપાસ માટે મોકલાવ્યા હતા, આ બેઠક તેને સંબંધી તો નહોતી?
કેજીબીના ઈવાનોવિચ ફ્લ્યુસ્ટીકોવે તરત જ જણાવ્યું કે જ્યાં સુધી મારા સૂત્રોએ માહિતી આપી છે ત્યાં સુધી ચંદ્રની માટીના જે સેમ્પલની તપાસ કરવાની હતી તેનો અહેવાલ લગભગ ૨૪ કલાક પહેલાં તૈયાર થઈ ગયો છે અને કદાચ ભારતને પણ મોકલી દેવામાં આવ્યો છે. આ અહેવાલને જે રીતે ગુપ્ત રાખવામાં આવ્યો છે તેને જોતાં આ બેઠક તેના સંબંધી હોય એવી શક્યતા છે.
એ યુરેનિયમ જ હોવું જોઈએ, એક ખૂણામાં બેસેલા લઘરવઘર કપડાં, ગોળ કાચના ચશ્માંમાંથી મોટા બટેટા જેવી દેખાતી આંખો ધરાવતા વિખરાયેલા વાળ અને ચાર દિવસની વધેલી દાઢી ધરાવતા ખગોળશાી કુર્ચાટોવે ધીમા અવાજે કહેલી આ વાતને કારણે બાઈન સહિત બધાની આંખો એક સ્થળે એકઠી થઈ. બાઈને સવાલ કર્યો, શું કહ્યું?
કોમરેડ, મારું નક્કરપણે એવું માનવું છે કે ચંદ્રની સપાટીની ચમક માટે પારો, ચાંદી કે પછી યુરેનિયમ જવાબદાર હોવું જોઈએ. ભારતે ચંદ્રયાનની સફળતા બાદ માટીનું સેમ્પલ અમેરિકામાં તપાસ માટે મોકલ્યું હતું. સેમ્પલનું પૃથક્કરણ થઈ ગયું હોવું જોઈએ અને અહેવાલ અમેરિકા પાસે આવી ગયો હોવો જોઈએ અને અમેરિકાએ આ સેમ્પલનો અહેવાલ જાહેર કરવાની નૈતિક ફરજ પૂરી કરી નથી અને તેમાં ચોક્કસ તેમનો કોઈ સ્વાર્થ હોવો જોઈએ. જોન લાઈગરે શનિર્માતાઓ સાથે જે રીતે ગુપ્ત બેઠક કરી છે. આના પરથી એવો સ્પષ્ટ સંકેત મળે છે કે અહેવાલમાં ચંદ્રની સપાટી પર યુરેનિયમની હાજરી હોવાનું સિદ્ધ થયું હોવું જોઈએ. કુર્ચાટોવે પોતાની વાત પૂરી કરી.
જો આવું હોય તો આપણા સ્પેસ સ્ટેશનની મદદ લેવાનો સમય આવી ગયો છે. અમેરિકા તેને હાથ કરે તે પહેલાં આપણે તેને મેળવવું જોઈએ. વહેલામાં વહેલી તકે આ કેવી રીતે થઈ શકે તેની જાણકારી મને આપો, પુતિને કહ્યું.
કોમરેડ સર, ચંદ્ર પર સૌથી પહેલાં આપણે પહોંચવાના હતા, પરંતુ ત્યારે આપણે જરા માટે ચૂકી ગયા હતા. હવે આ વખતે આપણે ચૂકી શકીએ નહીં. આપણી તૈયારી જોરદાર છે અને ક્ષમતા તો આપણી પહેલેથી જ અમેરિકા કરતાં વધુ છે. આપણે નંબર એક છીએ અને આપણે જ પહેલાં પહોંચીશું એવી મને ખાતરી છે એમ એલેકઝાંડરે કહ્યું ત્યારે બધા લોકો તેની વાતમાં સહમતિ દર્શાવતાં માથું હલાવી રહ્યા હતા.
આગળ તેમણે કહ્યુું કે, મારી અત્યાર સુધીની કારકિર્દીની આ અત્યંત મહત્ત્વની પળો છે. મારું વચન છે કે આપણે અમેરિકા કરતાં પહેલાં ચંદ્ર પર પહોંચી જઈશું. તમારા ગમે તેટલા વ્યક્તિને ચંદ્ર પર સફળતાથી પહોંચાડવાની અને ત્યાંથી પાછા પૃથ્વી પર લાવવાની જવાબદારી મારી છે અને અમે તેને યોગ્ય રીતે પાર પાડીશું.
ફક્ત ચંદ્ર પર પહોંચી જવાથી કશું જ થવાનું નથી, ફરી ખૂણે બેઠેલા કુર્ચાટોવે ધીમે અવાજે કહ્યું. અત્યારે એ વિચારો કે ચંદ્ર પર રહેલી આ ધાતુઓ પૃથ્વી પર શુદ્ધ સ્વરૂપમાં લાવવી છે કે પછી ધાતુના સ્વરૂપમાં. આને માટે પહેલાં એ જાણવું પડશે કે માટીમાં યુરેનિયમનું પ્રમાણ કેટલું છે. જો માટીમાં તેનું પ્રમાણ ચાર ટકા જેટલું વધારે હોય તો પણ એક કિલો યુરેનિયમને પૃથ્વી સુધી પહોંચાડવા માટે ૪૦ કિલો કાચી ધાતુ લાવવી પડે. પ્રતિ કિલો તેનો ખર્ચ કેટલો થાય એનો અંદાજ તમે લગાવ્યો નથી લાગતો મિ. એલેકઝાંડર. અત્યારે પૃથ્વી પર જે યુરેનિયમ ઉપલબ્ધ છે તેનું પ્રમાણ ૦.૦૪ ટકા જેટલું ઓછું છે અને મેં તેના કરતાં ૧૦૦ ગણું વધુ યુરેનિયમ ચંદ્રની ધરતી પર હોવાનો અંદાજ બાંધ્યો છે. આમ છતાં તે વ્યવહારુ લાગી રહ્યું છે? સૌથી પહેલાં તમારો પૃથ્વી પરથી ચંદ્ર સુધી પહોંચવાનો ખર્ચ ઘટાડો અને પાછા ફરતી વખતે મહત્તમ વજન ઊંચકી શકે એવા રોકેટ તૈયાર કરો ત્યારબાદ આ દિશામાં વિચારી શકાશે.
કુર્ચાટોવે બોલવાનું પૂર્ણ કરતાં જ બાઈને તેમને સવાલ કર્યો કે આવી સ્થિતિમાં તમારી પાસે કોઈ યોજના છે?
કુર્ચાટોવે કહ્યું કે આને માટે કાં તો ચંદ્ર પર ધાતુનું શુદ્ધીકરણ કરવું જોઈએ અથવા અવકાશમાં રહેલા સ્પેસ સ્ટેશનમાં તેનું શુદ્ધીકરણ કરવું જોઈએ, પરંતુ તે પહેલાં ચંદ્રની
માટીનો ચોક્કસ અહેવાલ આપણા હાથમાં હોવો જોઈએ, માટીમાં
કેટલા ટકા ધાતુ છે તેની માહિતી
હોવી જોઈએ. તેનું શુદ્ધિકરણ કેટલું વ્યવહારુ છે તેની માહિતી હોવી જોઈએ. એમ તો એન્ટાર્ક્ટિકામાં
ઘણું તેલ છે, પરંતુ તેને કાઢવાનું અત્યારના તબક્કે અવ્યવહારુ (પરવડી શકે તેમ ન હોવાથી) છે એટલે તેનું શારકામ કરવામાં આવતું નથી. અત્યારે ઉતાવળે કોઈ પગલું લેવાનો અર્થ નથી. (ક્રમશ:)
———
હવે શું?
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર આદેશ રાજપાલ, વડા પ્રધાન ઈન્દ્રવદન નરોત્તમ મહેતાની સાથે રંજન કુમાર સેન્ટ્રલ વિસ્ટાના કોન્ફરન્સ રૂમ નંબર એકમાં બેઠા હતા અને તેમની સાથે અન્ય કેટલાક અણુ વિજ્ઞાનીઓ તેમ જ સીડીએસ રામ ફટાંગણે પણ બેઠા હતા. ચંદ્ર પરથી મળી આવેલા અવકાશી ખજાના અંગે શું કરવું તે બાબતે આ બેઠક બોલાવવામાં આવી હતી

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -