આ આર્ટિસ્ટ રેન્ડરિંગ ૫ બિલિયન અમેરિકન ડૉલર પ્રોજેક્ટ, મૂનની કલ્પના દુબઈ પર્લ પર કરે છે, જે ધ પામ જુમેરાહના પાયા પર જમીનનો એક પ્રખ્યાત પ્લોટ છે. ૫ બિલિયન અમેરિકન ડૉલરનો પ્રસ્તાવિત રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ ગગનચુંબી ઇમારતોવાળા દુબઈને નવી ઊંચાઈએ લઈ જવા માગે છે. કેનેડિયન ઉદ્યોગસાહસિક માઈકલ હેન્ડરસન દુબઈમાં ૩૦ મીટર (૧૦૦ ફૂટ) ઈમારતની ઉપર ચંદ્રની ૨૭૪ મીટર (૯૦૦ ફૂટ) પ્રતિકૃતિ બનાવવાની કલ્પના કરે છે, જે પહેલેથી જ વિશ્ર્વની સૌથી ઊંચી ઈમારત અને અન્ય સ્થાપત્ય અજાયબીઓનું ઘર છે. (એપી/પીટીઆઇ)