રુદ્રપ્રયાગઃ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ગમે ત્યારે વાતાવરણમાં પલટો આવે છે, તેનાથી પવિત્ર યાત્રાધામ પર અસર પડે છે, જેથી ખાસ કરીને ચારધામ યાત્રાને બંધ કરવી પડે છે, પરંતુ ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને લોકોએ સુરક્ષિત મુસાફરી કરવાનું હિતાવહ રહે છે. આ મુદ્દે આજે ઉત્તરાખંડના પ્રધાને સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ખરાબ હવામાન હોય તો યાત્રાને રોકવી પડે છે, એમાં પ્રધાન શું કરી શકે? ઉત્તરાખંડના પર્યટન પ્રધાન સતપાલ મહારાજે કહ્યું હતું કે જો ખરાબ હવામાનને કારણે ચારધામ યાત્રા પ્રભાવિત થઈ રહી છે તો પ્રધાન આમાં શું કરી શકે? સતપાલ મહારાજે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 3.78 લાખથી વધુ શ્રદ્ધાળુ ચાર ધામના દર્શન કરી ચુક્યા છે અને આગામી દિવસોમાં આ સંખ્યામાં વધુ વધારો થશે.
તેઓ તમામ ભક્તોને અપીલ કરી રહ્યા છે કે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોએ આ બદલાતા હવામાનમાં મુસાફરી ન કરવી જોઈએ. ચાર ધામમાં જે રીતે સંજોગો બદલાયા છે. સરકાર કોઈ વરિષ્ઠ નાગરિકને યાત્રા કરવાની સલાહ આપી રહી નથી. આ સંજોગોમાં દરેક નાગરિકોનો એવો પ્રયાસ હોવો જોઈએ કે જ્યારે હવામાન ચોખ્ખું હોય, તમામ વ્યવસ્થા ઉપલબ્ધ હોય, ત્યારે જ યાત્રા શરૂ કરવી જોઈએ.
n આ સાથે પર્યટન પ્રધાને કહ્યું હતું કે તેઓ શ્રદ્ધાળુઓને પણ અપીલ કરી હતી કે જ્યાં સુધી કેદારનાથ અને અન્ય ધામોમાં વરસાદ પડી રહ્યો છે ત્યાં સુધી તેઓ તેમની યાત્રા મુલતવી રાખે. રાજ્યના આરોગ્ય પ્રધાન ધનસિંહ રાવતે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ચારધામ યાત્રા પર આવતા યાત્રિકોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે ઉત્તરાખંડ માટે રૂ. 28.13 કરોડનું વધારાનું બજેટ મંજૂર કર્યું છે.
આ પૈસાથી શ્રીનગર મેડિકલ કોલેજમાં ‘કેથ લેબ’ બનાવવામાં આવશે અને આધુનિક ઓપરેશન થિયેટર બનાવવામાં આવશે. આ સાથે ચારધામ યાત્રા પર આવતા ભક્તોને વિશેષ આરોગ્યની સુવિધાઓ આપવા માટે 100 સ્વાસ્થ્યમિત્ર તહેનાત કરવામાં આવશે અને યાત્રામાં તહેનાત ડોકટર, નર્સો, પેરામેડિકલ સ્ટાફ અને વર્ગ ચારના કર્મચારીઓને પ્રોત્સાહન ભથ્થું પણ આપવામાં આવશે.
#WATCH | Kedarnath Dham, Uttarakhand: Kedarnath Yatra to resume today as weather conditions improve after two weeks of rain & heavy snowfall. pic.twitter.com/3q3NB44Elv
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 4, 2023
અહીં એ જણાવવાનું કે છેલ્લા બે અઠવાડિયા સુધી ખરાબ હવામાનને કારણે ચારધામ યાત્રાને રોકી દેવામાં આવી હતી, જેમાં આજે હવામાન સાફ થયા પછી કેદારનાથમાં યાત્રા ચાલુ કરવામાં આવી છે.