જિલ્લાના તળાજા તાલુકાના અનેક ગામડાઓમાં પીવા અને રોજિંદા વપરાશ માટે પાણી ની તંગી ભોગવવી પડે છે. સરકાર પાણી કરકસર થી વાપરવા અપીલ કરે છે ને બીજી તરફ ખુદ પાણી પુરવઠા વિભાગ જ નઘરોળ બનીને સાત સાત દિવસ થી લાખો લીટર પાણી તળાજા પંથકમાં વેડફાઈ રહ્યું છે અને તૂટેલી લાઇનો રિપેર કરાતી ન હોવાની ફરિયાદો થઈ રહી છે. લાઈન રિપેર કરવાની જેની જવાબદારી છે તેને છવારાવામાં આવતા હોય તેવો અનુભવ ગામડાના રહેવાસીઓને થઈ રહ્યો છે.
તળાજા પંથકના ચૂંટાયેલા ઉચ્ચ પદાધિકારીઓ ની અધિકારીઓ ઉપર જાણે પકડ ન હોય તે રીતે અધિકારીઓ નિંભર બનીને લોકોને પૂરી પાડવામાં આવતી સેવાઓમાં ભયંકર બેદરકારી દાખવી રહ્યાની લોકો હૈયા વરાળ કાઢી રહ્યાં છે.