Homeધર્મતેજમિલે કોઈ એસા સંત ફકીર પહુંચા દે ભવ દરિયા કે તીર...!

મિલે કોઈ એસા સંત ફકીર પહુંચા દે ભવ દરિયા કે તીર…!

આચમન -કબીર સી. લાલાણી

કાશીમાં જઈ શાસ્ત્રોનો અભ્યાસ કરી આવનાર અને પોતાને મહાજ્ઞાની કહેવડાવનાર એેક પંડિતજી અને ગામના સીમાડે આવેલ નદી કિનારે ટેકરી પર ગાયો ચરાવતા એક ભરવાડ વચ્ચેનો આ સંવાદ બોધ આપનારો બની રહેવા પામશે:
– ભરવાડ અને પંડિતજી વચ્ચે જે સવાલ-જવાબ થયા તે આ પ્રમાણે છે:
* ઉત્તમમાં ઉત્તમ દૂધ કોનું?
– માનું. માના દૂધથી જ બાળકનું પોષણ થાય છે!
* ઉત્તમમાં ઉત્તમ પાન કોનું?
– નાગરવેલનું, જે રાજા-મહારાજાઓના મુખ સુધી તો પહોંચે જ છે, તે ઉપરાંત બે શત્રુઓ વચ્ચેની કડવાશ દૂર કરી મીઠાશ વધારે છે!
* ઉત્તમ ફળ કોનું?
– ઉત્તમમાં ઉત્તમ ફળ પોતાના લોહીનો દીકરો, જે પોતાના બાપ-દાદાની અને કુળની આબરૂ વધારે છે!
* ઉત્તમ ફૂલ કોનું?
– કપાસનું, જેના રેષાના સૂતરમાંથી આપણી લાજ ઢંકાય છે!
* સૌથી મોટા રાજા કોણ?
– મેઘરાજા, જેના આગમનથી જ આ દુનિયા જીવે છે!
* એવું શું છે જે પહેલાં આવે છે ને પછીથી જાય છે?
– દાંત, જે જન્મથી આવે છે અને મૃત્યુ પહેલાં જાય છે!
* સૌથી ખતરનાક સ્ત્રી કોણ?
– વિજળી, જેનો સ્પર્શ થતાં જ બળીને ભસ્મ થઈ જવાય છે!
* એવી કઈ ચીજ છે જે અમર છે?
– કીર્તિ!
* એવી કઈ બે ચીજ છે જે પાસે હોવા છતાંય તેમનો મેળાપ થતો નથી?
– આંખો!
* સાચું સુખ કોને પ્રાપ્ત થાય?
– સંતોષીને!
* સૌથી ઉત્તમ ધંધો કયો?
– ખેતી!
* આ દુનિયામાં મૂર્ખ કોણ?
– જે વગર વિચાર્યે પગલું ભરે તે!
* કામની જનેતા કોણ?
– એકાંત!
* એવી કંઈ વસ્તુ છે જે જોઈને પાડોશીઓ પણ સળગી ઊઠે છે?
– ભૌતિક સુખના સાધનો!
* સ્વર્ગ કોને લાયક છે?
– જે મર્યા પછી પણ કીર્તિમાં અમર રહે તેને માટે!
* નમકહરામ કોણ?
– જે આપણું ખાઈને આપણું જ ખરાબ કરે!
* સૌથી ઉતરતી કક્ષામાં કોણ?
– દેશદ્રોહી!
* સૌથી મહાન કોણ?
– જે પોતાની જાતને સુધારે તે!
અક્ષરજ્ઞાનથી સાવ અજાણ એવા ભોલા-ભાળા ભરવાડના સચોટ જવાબ સાંભળી પંડિતજી ખુશ થઈ ગયા.
બોધ:
મિલે કોઈ એસા સંત ફકીર
પહુંચા દે ભવ દરિયા કે તીર…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -