એકબાજુ મોંઘવારીથી આમ જનતાને આંશિક રાહત મળી છે ત્યાં મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કરીને ફરી ફરી એક વાર ઝટકો આપ્યો છે. મળતી માહિતી અનુસાર મધર ડેરી બ્રાન્ડે ફૂલ ક્રીમ મિલ્ક (Full Cream Milk) માં એક રૂપિયાનો વધારો કર્યો છે. એટલે કે આ દૂ હવે 63ની જગ્યા 64 રૂપિયા પ્રતિ લીટર મળશે. આ ઉપરાંત ટોકનવાળા દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. એટલે કે 48 રૂપિયા પ્રતિ લીટર મળતું ટોકન મિલ્ક હવે 50 રૂપિયા પ્રતિ લીટર મળશે. નવા ભાવ આવતી કાલે એટલે કે સોમવારથી લાગુ થશે.