Homeસ્પોર્ટસIPL 2023MI vs RR: યશસ્વી જયસ્વાલની સદી છતાં રાજસ્થાનની હાર, ટીમ ડેવિડે બન્યો...

MI vs RR: યશસ્વી જયસ્વાલની સદી છતાં રાજસ્થાનની હાર, ટીમ ડેવિડે બન્યો મેચ વિનર

IPLની 16મી સિઝનની 42મી લીગ મેચમાં, મુંબઈ ઇન્ડિયન્સે(MI) રાજસ્થાન રોયલ્સ (RR) સામે 6 વિકેટથી રોમાંચક જીત નોંધાવી હતી. મુંબઈને 213 રનનો ટાર્ગેટ મળ્યો હતો. મુંબઈના બેટ્સમેનોએ 19.3 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. મુંબઈનો સ્કોર 19 ઓવરમાં 196 રન હતો, જે બાદ છેલ્લી ઓવરમાં જીતવા માટે 17 રનની જરૂર હતી. ટિમ ડેવિડે જેસન હોલ્ડરની ઓવરના પ્રથમ 3 બોલમાં સતત 3 સિક્સર ફટકારીને આ મેચમાં મુંબઈને 4 વિકેટે રોમાંચક જીત અપાવી હતી.
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સનની ઇનિંગમાં યશસ્વી જયસ્વાલની શાનદાર બેટિંગ જોવા મળી હતી. યશસ્વીએ પોતાની IPL કરિયરની પ્રથમ સદી ફટકારતા આ મેચમાં 62 બોલમાં 124 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેના આધારે રાજસ્થાનની ટીમેં 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી આ મેચમાં અરશદ ખાને 3 જ્યારે પીયૂષ ચાવલાએ 2 વિકેટ ઝડપી હતી.
મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સને આ મેચમાં પોતાની ઓપનિંગ જોડી પાસેથી સારી શરૂઆતની આશા હતી. પરંતુ ટીમને 14 રનના સ્કોર પર પહેલો ફટકો કેપ્ટન રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો, જે માત્ર 3 રનની ઇનિંગ રમ્યા બાદ સંદીપ શર્માના હાથે બોલ્ડ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી બેટિંગ કરવા ઉતરેલા કેમરન ગ્રીને ઈશાન કિશન સાથે ઇનિંગ આગળ વધારી હતી.
ઈશાન અને ગ્રીન વચ્ચે બીજી વિકેટ માટે ઝડપી 62 રનની ભાગીદારી થઇ, અશ્વિને ઈશાનને આઉટ કરી આ ભાગીદારી તોડી હતી. ઇશાન કિશને 23 બોલમાં 28 રન બનાવ્યા. ત્યારબાદ 26 બોલમાં 44 રનની ઇનિંગ રમીને કેમરન ગ્રીન અશ્વિનનો શિકાર બન્યો હતો. મુંબઈની ત્રીજી વિકેટ 101ના સ્કોર પર પડી હતી.
સૂર્યકુમાર યાદવને યુવા ખેલાડી તિલક વર્માનો સાથ મળ્યો, ત્યારબાદ બંનેએ સાથે મળીને બંને છેડેથી ઝડપી રન બનાવ્યા. સૂર્યકુમારના 29 બોલમાં 55 રનની ઈનિંગ રમીને આઉટ થઈ ગયો હતો.
છેલ્લી ઓવરમાં મુંબઈને જીતવા માટે 17 રનની જરૂર હતી. મુંબઈની ટીમે આ લક્ષ્યાંક 19.3 ઓવરમાં 4 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો. ટિમ ડેવિડે છેલ્લી ઓવરના પ્રથમ ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારી મુંબઈને જીત અપાવી હતી. ટિમ ડેવિડે 14 બોલમાં અણનમ 45 રન બનાવ્યા હતા જ્યારે તિલક વર્માએ 21 બોલમાં 29 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. રાજસ્થાન તરફથી બોલિંગમાં રવિચંદ્રન અશ્વિને 2 જ્યારે સંદીપ શર્મા અને ટ્રેન્ટ બોલ્ટે 1-1 વિકેટ લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -