મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટે હરાવી IPL 2023માં છઠ્ઠી જીત નોંધાવી હતી. આ જીત સાથે જ મુંબઈની ટીમ પ્લેઓફની રેસમાં મજબૂત સ્થિતિમાં પહોંચી ગઇ છે. RCB માટે પ્લેઓફનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને RCBએ પ્રથમ બેટિંગ કરતા 199 રન બનાવ્યા. મુંબઈએ ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
આ મેચમાં આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 199 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 16.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા અને મેચ છ વિકેટે જીતી લીધી. RCB તરફથી કેપ્ટન ફાફ ડુપ્લેસીસ અને ગ્લેન મેક્સવેલે શાનદાર અડધી સદી ફટકારી હતી. બંનેએ સદીની ભાગીદારી પણ કરી હતી, પરંતુ તેમની ઈનિંગ ટીમને જીત અપાવી શકી નહોતી. મુંબઈ તરફથી ઈશાન કિશનના 42 રન બાદ સૂર્યકુમાર યાદવના 83 અને નેહલ વાઢેરાની 52 રનની ઈનિંગ્સે મુંબઈને જીત અપાવી હતી. આ મેચમાં જીત સાથે મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.
પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે છ વિકેટે 199 રન બનાવ્યા હતા. RCB તરફથી ગ્લેન મેક્સવેલે સૌથી વધુ 68 રન બનાવ્યા હતા. કેપ્ટન ફાફ ડુપ્લેસિસે 65 રનની ઇનિંગ રમી હતી. આ બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે સદીની ભાગીદારી થઈ હતી. આ કારણે RCB ટીમ મુંબઈને 200 રનનો ટાર્ગેટ આપવામાં સફળ રહી હતી. દિનેશ કાર્તિકે પણ અંતિમ ઓવરોમાં ઝડપી રન બનાવ્યા અને 30 રનની ઇનિંગ રમી હતી. મુંબઈ તરફથી જેસન બેહરનડોર્ફે ત્રણ વિકેટ ઝડપી હતી. કેમરૂન ગ્રીન, ક્રિસ જોર્ડન અને કુમાર કાર્તિકેયને એક-એક વિકેટ મળી હતી