Homeસ્પોર્ટસIPL 2023MI vs LSG : મુંબઈની હાર બાદ જાણો પોઈન્ટ ટેબલનું સમીકરણ

MI vs LSG : મુંબઈની હાર બાદ જાણો પોઈન્ટ ટેબલનું સમીકરણ

લખનૌ સામેની મહત્વની મેચમાં મુંબઈ માત્ર પાંચ રનથી હારી ગયું હતું. આ હાર બાદ સ્કોરબોર્ડમાં મોટો ફેરફાર થયો છે. આ હાર બાદ હવે મુંબઈ પ્લેઑફમાં જગા બનાવી શકે છે કે નહીં તે જોવાનું રહે છે. આ હાર બાદ પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સને પણ આંચકો લાગ્યો છે. કારણ કે આ મેચ પહેલા મુંબઈની ટીમ 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને હતી. પરંતુ તેઓ મેચ હારી ગયા અને લખનૌને બે પોઈન્ટ મળ્યા. લખનૌની ટીમ અગાઉ ચોથા ક્રમે હતી. આ જીત સાથે તેણે મુંબઈની ટીમને આંચકો આપ્યો છે અને તેણે ત્રીજું સ્થાન મેળવી લીધું છે. જેથી મુંબઈની ટીમ હવે પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને આવી ગઈ છે.

હવે મુંબઈની એક મેચ બાકી છે. તેથી તેમને આ છેલ્લી ગેમ કોઈપણ સંજોગોમાં જીતવી પડશે. જો મુંબઈ આ મેચ જીતે છે તો તેના 16 પોઈન્ટ થઈ જશે. પરંતુ 16 પોઈન્ટ સાથે પ્લે ઓફમાં તેમનું સ્થાન નિશ્ચિત કરી શકાય તેમ નથી. તેથી જો મુંબઈની ટીમ ફાઈનલ મેચમાં જીતે તો પણ અન્ય ટીમો કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું રહેશે.

છેલ્લી મેચ જીતવાના અને બીજી ટીમના પ્રદર્શનના આધારે જ મુંબઈની ટીમ પ્લે ઓફમાં પહોંચી શકે છે. પરંતુ જો મુંબઈ છેલ્લી મેચ જીતી શકતું નથી, તો તેના માટે પ્લે ઓફનું ગણિત વધુ મુશ્કેલ બની શકે છે. તેથી જો તેઓ અંતિમ મેચોમાં મોટી જીત મેળવે છે તો તેમની પાસે પ્લે ઓફમાં પહોંચવાની તક રહેશે, પણ વિજયની સાથે મુંબઈની ટીમે સારો રનરેટ પણ જાળવી રાખવો પડશે. આમ તેઓએ ફક્ત જીતવાની જરૂર નથી, તેઓએ મોટી રનના માર્જિનથી જીત મેળવવી પડશે. સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સ, આરસીબી, લખનઉ સુપર જાયન્ટ્સની છેલ્લી મેચોના પરિણામ શું આવે છે તેના પર પણ ધ્યાન રાખવું પડશે.

ipl points table 2023
ipl points table 2023
Screengrab: ESPN Sports

પ્રથમ બેટિંગ કરતા લખનૌએ માર્કસ સ્ટોઈનિસના ધમાકેદાર 89 રનના બળે મુંબઈ ઈન્ડિયન્સ સામે 178 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જોકે, સારી શરૂઆત છતાં મુંબઈ ઈન્ડિયન્સ જીતી શકી નહોતી. લક્ષ્યનો પીછો કરતા ઈશાન કિશન અને કેપ્ટન રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સને સારી શરૂઆત અપાવી હતી. તેણે 58 બોલમાં 90 રનની ઓપનિંગ કરી હતી. દસમી ઓવરમાં રવિ બિશ્નોઈએ રોહિતને આઉટ કરીને જોડી તોડી નાખી હતી. રોહિતે 25 બોલમાં એક ફોર અને ત્રણ સિક્સરની મદદથી 37 રન બનાવ્યા હતા.

જે બાદ ઈશાન કિશનને પણ રવિએ જ આઉટ કર્યો હતો. ઈશાને 39 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 59 રન બનાવ્યા હતા. તે પછી સૂર્યકુમાર યાદવ સાત રન, નેહલ વાઢેરા 16 રન અને વિષ્ણુ વિનોદ બે રન બનાવીને પરત ફર્યા હતા. ટીમ ડેવિડે ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. અંતે મુંબઈ 172 રન જ બનાવી શકી હતી અને તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -