Homeઆમચી મુંબઈમેટ્રો માટે ડ્રાઈવરોની શોધ ચાલી રહી છે

મેટ્રો માટે ડ્રાઈવરોની શોધ ચાલી રહી છે

ઈએસઆઈસી નગર-માનખુર્દ લાઈન માટે એમએમઆરડીએ ભરશે ૧૨૦ પદ

મુંબઈ: મુંબઈના પશ્ર્ચિમ ઉપનગરને છેક પૂર્વ ઉપનગરના માનખુર્દથી જોડવા માટે મેટ્રો-ટુ-બી લાઈન બનાવવામાં આવી રહી છે. આ લાઈનમાં ડ્રાઈવરોની જરૂરિયાત ઊભી થઇ હોય ડ્રાઈવરોની શોધ ચાલી રહી છે. એમએમઆરડીએ આ માટે ૧૨૦ જણની ભરતી
કરવાની છે.
મેટ્રો-ટુ-બી લાઈન અંધેરી પૂર્વના ઈએસઆઈસી કોલોનીથી માનખુર્દ ખાતેના મંડાલા સુધીની છે. આ મેટ્રો ટ્રેન બાંદ્રા, બીકેસી, કુર્લા, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, ચેમ્બુર, માનખુર્દ માર્ગથી મંડાલા સુધી જવાની છે. ૨૩ કિમીની આ લાઈનનો પહેલો તબક્કો કુર્લાથી મંડાલા સુધીનો હશે. આ માટેની તૈયારી એમએમઆરડીએ શરૂ કરી દીધી છે. એ અંતર્ગત આ મેટ્રો ચલાવવા માટે ડ્રાઈવરો પૂરા પાડવા સંબંધી ઓથોરિટીએ ટેન્ડર પણ કાઢ્યાં છે.
મેટ્રો-ટુ-બીની ટ્રેનો હાલમાં આ લાઈનને વિકસિત કરનારી એમએમઆરડીએની વિશેષ કંપનીના કાફલામાં આવી નથી. આ ટ્રેનો કાફલામાં આવ્યા બાદ તેની ટેસ્ટિંગ કરવામાં આવશે. આ ટ્રેનો કાફલામાં આવે એ પહેલાં ડ્રાઈવરો સજ્જ હોવા જોઇએ એ હેતુથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. આ લાઈન માટે ડ્રાઈવરોને અત્યારથી જ માહિતગાર કરવામાં આવશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -