Homeઆમચી મુંબઈમેટ્રો-4 અને મેટ્રો-4A એને મળશે જર્મનીની આર્થિક સહાયટૂંક સમયમાં જ અંદાજે રૂ....

મેટ્રો-4 અને મેટ્રો-4A એને મળશે જર્મનીની આર્થિક સહાયટૂંક સમયમાં જ અંદાજે રૂ. ૪૧૮૯ કરોડની લોન મળશે

મુંબઈ: એમએમઆરડીએ વડાલા-થાણે-કાસારવડવલી મેટ્રો-૪ અને કાસારવડવલી મેટ્રો-૪ એ લાઈન માટે જર્મની પાસે લોનરૂપે આર્થિક મદદ મળવાની છે. જર્મનીમાં લોન પૂરી પાડતી કેએફડબ્લ્યુ બેંકના અધિકારીઓ સાથે હાલમાં જ એમએમઆરડીએના કમિશનરે સકારાત્મક ચર્ચા કરી હતી. આને કારણે ટૂંક સમયમાં જ રૂ. ૪૧૮૯ કરોડ રૂપિયાની લોન ઉપલબ્ધ થાય એવી શક્યતા છે. આ લોનમાંથી મેટ્રો-૪ અને મેટ્રો-૪ એ લાઈનની સિગ્નલ અને ઈલેક્ટ્રિક સિસ્ટમ વગેરે વિવિધ કામ કરવામાં આવશે.એમએમઆરડીએનોે મુંબઈમાં મેટ્રો, દરિયાઈ માર્ગ, દરિયાઈ પુલ, એલિવેટેડ રોડ, ફ્લાયઓવર વગેરે વિવિધ પ્રોજેક્ટ અમલમાં છે. આ પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોઇ એમએમઆરડીએ આ પ્રોજેક્ટ માટે લોનરૂપે ભંડોળ ઊભું કરશે. આજ સુધી જાયકા (જેઆયસીએ)પાસેથી લોન લઇને અનેક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. જર્મનીની પ્રમુખ કેએફડબ્લ્યુ બેંકે મેટ્રો-4 અને મેટ્રો-4A એ લાઈન સહિત બહુઉદ્દેશીય પ્રોજેક્ટ માટે આર્થિક સહાય કરવા અને લોન આપવા માટે ૨૦૧૯માં ઉત્સુકતા દર્શાવી હતી. જોકે રાજ્ય સરકાર અને બેંકોમાં બીજી નવેમ્બર, ૨૦૨૦ના દિને આ અંગે કરાર થયો હતો. મેટ્રો-4 અને મેટ્રો-4A એ પ્રોજેક્ટ માટે અંદાજે ૪૧૮૯ કરોડ લોન આપવાનું નિશ્ચિત થયું હતું. જોકે હજી સુધી આ લોન ઉપલબ્ધ થઇ નથી, પણ હવે નજીકના સમયમાં જ આ લોન ઉપલબ્ધ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -