મુંબઈ: મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને (એમએમઆરસી) આરેમાં કારશેડ ઊભા કરવાના કાર્યને ગતિશીલ બનાવી દીધું છે. કારશેડને બનાવવાનું કાર્ય અંદાજે ૫૩.૮ ટકા પૂરું થઇ ગયું છે.
નિર્ધારિત સમયમાં મેટ્રો સેવા શરૂ કરવા માટે એમએમઆરસીએ પહેલા તબક્કામાં મેટ્રો માર્ગ અને સ્ટેશન કાર્ય સહિત અંદાજે ૮૫નું કાર્ય પૂરું કરી દીધું છે. કારશેડમાં ટ્રેક લગાવવાનું અને ઉપકરણોને લગાવવા સહિતનાં અનેક કામો પૂરજોશમાં ચાલી
રહ્યાં છે.
અહીં નોંધનીય છે કે રાજ્ય સરકારે ડિસેમ્બર, ૨૦૨૩થી સીપ્ઝ અને બીકેસી વચ્ચેની મેટ્રો સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. કારશેડ નિર્માણ પર રોક લાગી જવાને કારણે છેલ્લાં અઢી વર્ષ સુધી આરેમાં નિર્માણકાર્ય ઠપ થઇ ગયું હતું.
રાજ્યમાં સત્તાપરિવર્તન પછી વર્ષ ૨૦૨૨થી કારશેડનું કામ ફરી શરૂ થઇ ગયું હતું. જોકે આ વર્ષના અંત સુધીમાં આ કાર્ય પૂરું થઇ શકે એમ ન હોવાથી એમએમઆરસીએ સીપ્ઝ અને બીકેસી વચ્ચે ૯ રેક સાથે મેટ્રો સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે.ઉ