આપણે ઘણી વખત એવા વિચિત્ર નામ સાંભળીએ છીએ કે જે સાંભળીને આપણને થાય કે આવું તે કંઈ નામ હોતું હશે?ઘણી વખત આ એટલા મોટા હોય છે કે તેને વાંચતા મન ભટકવા લાગે છે. એ જ રીતે, કેટલાક શહેરો અને ગામોના નામ પણ એવા છે કે જેને બોલતાં બોલતાં આપણી જીભનો લોચો વળી જાય.
પરંતુ આજે આપણે અહીં જે શબ્દની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને વાંચવાની ક્ષમતા સામાન્ય માણસમાં છે જ નહીં. આ શબ્દ બોલવામાં કે વાંચવામાં એક-બે નહીં પરંતુ ત્રણ કલાકથી વધારાનો સમય લાગે છે. આ શબ્દ વિશે બીજી મહત્ત્વની વાત કરીએ તો એ એવી કે આ એક શબ્દમાં કુલ એક લાખ નેવું હજાર અક્ષરો છે અને આ શબ્દને વિશ્વના સૌથી લાંબા શબ્દ તરીકે નોંધવામાં આવ્યો છે.
હવે તમને થશે કે આખરે આ વિશ્વનો સૌથી મોટો શબ્દ છે કયો અને તેનો અર્થ શું છે તો આ રહ્યો તમારા સવાલનો જવાબ. દુનિયાનો આ સૌથી લાંબો શબ્દ એ મનુષ્યમાં જોવા મળતું એક ખાસ પ્રકારનું પ્રોટીન છે અને આ શબ્દ ‘Methionylalanylthreonylserylarginylglycyl’ થી શરૂ થાય છે ત્યાર બાદ તે એક લાખ નેવું હજાર અક્ષરો સુધી જાય છે. આ શબ્દ એટલો મોટો છે કે આ એક શબ્દ માટે આખા શબ્દકોશના પાનેપાના લાગી જશે. આ જ કારણ છે કે આજ સુધી આ શબ્દ શબ્દકોશમાં ઉમેરવામાં આવ્યો નથી. ટૂંકમાં આ શબ્દ જાણવાની વાત કરીએ તો આ શબ્દને ટૂંકમાં ટિટિન તરીકે ઓળખવામાં આવે છે.
બીજી બાજું જો આપણે વિશ્વના સૌથી લાંબા શબ્દ વિશે વાત કરીએ કે જેને શબ્દકોશમાં સામેલ કરવામાં આવ્યો છે, તો એ શબ્દ છે ‘ન્યુમોનોઉલ્ટ્રામાઈક્રોસ્કોપિકસિલિકોવોલ્કેનોકોનિસિસ’. આ શબ્દ એક ફેફસાના રોગનું નામ છે. જ્યારે ધૂળ અને પ્રદૂષણના કણો માનવ ફેફસામાં જાય છે ત્યારે આવું માનવીને થાય છે. આ સિવાય ત્રીજો સૌથી લાંબો શબ્દ ફ્લાયનું નામ છે અને આ નામ છે PARASTRATIOSPHECOMYIA STRATIOSPHECOMYIOIDES, તેમાં કુલ 42 અક્ષરો છે.
જો તમારી નજીકમાં કોઈ રહેતું હોય, જે પોતાને અંગ્રેજીનો તીસમાર ખાં સમજે છે, તો ચોક્કસ તેને આ શબ્દો મોકલો અને તેને વાંચવા અને તમને જણાવવા માટે કહો. જો તે વ્યક્તિ દૂર રહે છે, તો તમે તેને WhatsApp પર મોકલીને વૉઇસ રેકોર્ડિંગ માટે પણ કહી શકો છો. અજમાવી જુઓ, મજા આવશે…