(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે ગત નવેમ્બર મહિનામાં નિકાસ અને આયાતમાં અઢી વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હોવાના અહેવાલ સાથે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે બહુધા ધાતુઓના ભાવમાં ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. પંચાવન અને રૂ. ૩૫નો ઘટાડો આવ્યો હતો. આ સિવાય ઝિન્ક સ્લેબ, બ્રાસ અને કોપરની અમુક વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને નિરસ માગે ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૩નો ઘટાડો આવ્યો હતો.