Homeઆમચી મુંબઈ'મેરા અબ્દુલ ઐસા નહીં', શ્રદ્ધા હત્યા કેસ પર મરાઠી અભિનેત્રી કેતકી ચિતલેની...

‘મેરા અબ્દુલ ઐસા નહીં’, શ્રદ્ધા હત્યા કેસ પર મરાઠી અભિનેત્રી કેતકી ચિતલેની પોસ્ટ ચર્ચામાં

દેશભરમાં ચકચાર જગાડી દેનારા શ્રદ્ધા વોકરની હત્યાના સમાચાર બાદ લોકોના મનમાં એક જ સવાલ ઊઠી રહ્યો છે કે આખરે, શ્રદ્ધા વોકર જેવી છોકરીઓ આફતાબ પૂનાવાલા જેવા છોકરાઓના પ્રેમમાં કેમ પડે છે? આફતાબ પૂનાવાલા જેવા છોકરાઓમાં એવું શું છે , જે સનાતની હિન્દુ છોકરાઓમાં નથી? આફતાબ જેવા છોકરાઓમાં એવી તે શું ખાસિયત હોય છે કે જેનાથી તેઓ આકર્ષાઇ જાય છે? મરાઠી અભિનેત્રી કેતકી ચિતલેએ તેના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પોસ્ટ દ્વારા આ સવાલનો જવાબ આપ્યો છે. કેતકીની આ પોસ્ટ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ચર્ચાઇ થઈ રહી છે.


શ્રદ્ધા વાલકરે માતા-પિતા સામે બળવો કરી આફતાબ સાથે લિવ-ઇન રિલેશનશીપમમાં રહેવાનું નક્કી કર્યું. પિતાને એણે જણાવ્યું કે તે પુખ્ત ઉંમરની છે અને પોતાનું સારું, ખોટું વિચારી શકે છે. આફતાબ માટે થઇને એણે ઘર છોડી દીધું અને એ જ આફતાબે તેની હત્યા કરી તેને દુનિયા છોડાવી દીધી.
મરાઠી અભિનેત્રી કેતકી ચિતલેની શ્રધ્ધા હત્યા કેસની પોસ્ટ ચર્ચામાં છે. કેતકી એ જ મરાઠી અભિનેત્રી છે જેણે પોતાની પોસ્ટમાં NCP પ્રમુખ શરદ પવાર માટે વાંધાજનક વાતો લખી હતી અને તેના કારણે તેને જેલમાં જવું પડ્યું હતું.
પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કેતકીએ લખ્યું, ‘સનાતની છોકરાઓ, તમારે પણ સુધારવું પડશે. જ્યાં સુધી તમે તમારા ખોખલા આદર્શોને પ્રેમ કરતા રહેશો, ત્યાં સુધી છોકરીઓ અબ્દુલ, આફતાબ અને અહમદ સાથે જ નજરે પડશે, કારણ કે પટાવવાના ચક્કરમાં તેઓ છોકરીઓ પર ધ્યાન આપે છે અને પછી તેને મારી નાખે છે. તમે પહેલા જ છોકરીઓને નકારી કાઢો છો અને પછી અપેક્ષા કરો છો કે તે તમને પ્રેમ કરે.
કેતકીની આ પોસ્ટ પર એક છોકરાએ કમેન્ટ કરી છે અને લખ્યું છે કે, અમે સનાતની જ છીએ. આ સલાહ છોકરીઓને જ સારી લાગે છે. જય શ્રી રામ.
આના જવાબમાં કેતકીએ લખ્યું છે કે, તમારા આવા વલણને કારણે જ તમે મુસ્લિમ છોકરીઓ પટાવી નથી શકતા, પણ મુસ્લિમ છોકરાઓ છોકરીઓને પટાવી લે છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -