નવી દિલ્હી/પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અતીક અહેમદ અને અશરફ અહેમદની મીડિયા અને પોલીસની હાજરીમાં ત્રણ શૂટરે હત્યા કરી નાખ્યા પછી તે કેસની સંપૂર્ણ વિગતવાર માહિતી પ્રાપ્ત કરવા માટે ગુરુવારે પોલીસે સેમ ક્રાઈમ સીન ક્રીયેટ કર્યો હતો. અતીક અહેમદ અને અશરફ અહેમદની હત્યા કરવામાં આવ્યા પછી આ કેસની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે, જેમાં બંનેના દુશ્મનો અને પાર્ટનર/સંબંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે. અતીક અહેમદની પત્ની અંડરગ્રાઉન્ડ છે, જ્યારે તેના સંબંધીઓ અને માફિયાની તપાસ કરવામાં આવશે, એમ પોલીસે જણાવ્યું હતું. અતીક અહેમદની હત્યા કિસ્સામાં ગુરુવારે શૂટઆઉટની તપાસ ચાલુ કરવામાં આવી હતી. જ્યુડિશિયલ કમિશનના સભ્ય યુપી એસઆઈટીની ટીમના સભ્યની સાથે પ્રયાગરાજમાં એ જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એ જ જગ્યાએ સેમ શીન ક્રિયેટ કરવામાં આવ્યો હતો, તેનાથી એ વખતે ઘટનાસ્થળે શું શું થયું હતું, કઈ રીતે આરોપીઓએ ફાયરિંગ કર્યું અને હોસ્પિટલ નજીક કઈ રીતે અફરાતફરી મચી ગઈ હતી એનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
#WATCH | Members of the Judicial Commission recreate the crime scene of the killing of gangster brothers Atiq Ahmad and Ashraf in UP’s Prayagraj on April 15, as part of the ongoing investigation. pic.twitter.com/vVoaSWVaOZ
— ANI (@ANI) April 20, 2023
પંદરમી એપ્રિલના રાતે જે રીતે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પોલીસની ગાડીમાં મેડિકલ ચેક-અપ માટે કોલ્વિન હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે તેના માફક ક્રાઈમ સીન ભજવવામાં આવ્યો હતો, જેમાં બે વ્યક્તિને લાવવામાં આવ્યા હતા, જે બંને અતીક અહેમદ અને અશરફના જેવા હતા. બંનેને અતીક અને અશરફના જેવા કપડાં પહેરાવવામાં આવ્યા હતા, એવું પોલીસે જણાવ્યું હતું.
ક્રાઈમ સીન ક્રિયેટ કરીને બંને જણને પોલીસ પકડીને લઈ જતી હોય છે ત્યારે મીડિયાના કર્મચારી બનીને આવેલા ત્રણ શૂટર ફાયરિંગ કરે છે, જેમાં બંનેનું ઘટનાસ્થળે ઢીમ ઢળી ગયા હતા. સમગ્ર ઘટનાનો સીન રિક્રિયેટ કરવામાં આવ્યો હતો, જેથી સમગ્ર ઘટનાક્રમની બારીકાઈથી માહિતી મળી શકે છે, એવું પોલીસે જણાવ્યું હતું.