(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય રેલવેમાં મેઈન લાઈન પર રવિવારે કોઈ મેગાબ્લોક રાખવામાં આવ્યો નથી. તો જાળવણીના કામ માટે હાર્બર અને ટ્રાન્સહાર્બર લાઈન પર મેગાબ્લોક રાખવામાં આવ્યો છે, જ્યારે પશ્ચિમ રેલવેમાં પણ ચર્ચગેટ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે જંબોબ્લોક રહેશે.
ટ્રાન્સહાર્બર લાઈનમાં રવિવારે સવારના 10.35 વાગ્યાથી સાંજના 4.07 વાગ્યા સુધી થાણેથી વાશી/ નેરુલ/ પનવેલ માટે છૂટનારી બધી ડાઉન લાઈનની ટ્રેનો અને સવારના 10.25 વાગ્યાથી સાંજે 4.09 વાગ્યા સુધી વાશી/નેરુલ/પનવેલથી થાણે માટે છૂટનારી અપ લાઈનની ટ્રેનો રદ રહેશે.
હાર્બર લાઈનમાં સવારના 11.16 વાગ્યાથી સાંજે 4.47 વાગ્યા સુધી સીએસટી/વડાલા રોડથી વાશી-બેલાપુર/પનવેલ માટે છૂટનારી બધી ડાઉન હાર્બર ટ્રેનો અને સવાર 10.48 વાગ્યાથી સાંજે 4.43 વાગ્યા દરમિયાન સીએસટીથી બાંદ્રા/ગોરેગાવ માટે છુટનારી બધી ડાઉન હાર્બર ટ્રેનો રદ રહેશે.
સવારે 9.53 વાગ્યાથી બપોરે 3.20 વાગ્યા સુધી પનવેલ/બેલાપુર/વાશીથી સીએસટી/વડાલા રોડ માટે છુટનારી અપ હાર્બર ટ્રેનો અને સવારે 10.45 વાગ્યાથી સાંજે 5.13 વાગ્યા સુધી ગોરેગાવ/બાંદરાથી સીએસટી માટે છૂટનારી અપ હાર્બર ટ્રેનો રદ રહેશે.
પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટ-મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે પાંચ કલાકનો જંબો બ્લોક રહેશે. આ દરમિયાન અપ અને ડાઉન લાઈનની ફાસ્ટ ટ્રેનો ચર્ચગેટ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે સ્લો લાઈન પર દોડશે. આ મેગાબ્લોક સવારના 10.35 વાગ્યાથી 3.35 વાગ્યા સુધી રહેશે. બ્લોક દરમિયાન અમુક ટ્રેનો રદ રહેશે.