સોશિયલ મીડિયા પર મુંબઈ લોકલના ઘણા વીડિયો વાયરલ થતા રહે છે. મુંબઈ સ્ટેશન પર ગરબા દાંડિયા રમતા અનેક વીડિયો અવારનવાર સામે આવતા રહે છે. આ રીતે સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થતો જોવા મળી રહ્યો છે. જેમાં એક યુવક સ્કર્ટ પહેરીને કેટવોક કરતો જોવા મળે છે.
‘ધ ગાય ઇન અ સ્કર્ટ’ તરીકે પ્રખ્યાત શિવમ એક ફેશન બ્લોગર છે અને અદ્ભુત મેકઅપ વીડિયો શેર કરે છે. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આમાં શિવમ સ્કર્ટ પહેરીને લોકલ ટ્રેનમાં કેટવોક કરતો જોવા મળે છે.
એક યુઝરે શિવમને ચેલેન્જ આપી હતી. તેણે શિવમની પોસ્ટ પર ટિપ્પણી કરી હતી કે, ‘જાહેરમાં સ્કર્ટ પહેરવાથી પુરુષો ક્યારેય તેનાથી પ્રભાવિત નહીં થાય.’ આ ચેલેન્જને સ્વીકારીને શિવમ સ્કર્ટ પહેરીને લોકલ ટ્રેનમાં પહોંચ્યો હતો. વાયરલ વીડિયોમાં શિવમ ફ્લાય સ્કર્ટ અને સનગ્લાસ પહેરીને કેટવોક કરતો જોવા મળે છે.
કોણ છે શિવમ?
View this post on Instagram
તેનું નામ શિવમ ભારદ્વાજ છે. તેણે મુંબઈમાં પગ જમાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. જોકે, શિવમની મહેનત જોઈને તેના પિતાએ પોતે કેમેરા ખરીદવા માટે પૈસા આપ્યા અને શિવમે સિટી ઑફ ડ્રીમ્સમાં પોતાની ઓળખ બનાવી છે.